Corona નો કહેર : દક્ષિણ ગુજરાતમાં એક સાથે બે સહકારી ક્ષેત્રના દિગ્ગજોનાં મોત

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના બે અગ્રણીઓ જિલ્લાને ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ પ્રમુખ દિલિપભાઇ ભક્ત અને બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર જગુભાઇ પટેલ બંન્નેનું આજે કોરોનાના કારણે અવસાન થયા છે. આ સાથે જ શહેર તથા જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 668 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે કોરોનાનાં નવા 309 અને જિલ્લાનાં 47 એમ કુલ 356 લોકો કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી. કોરોનાને અત્યાર સુધી 11457 લોકો મ્હાત આપી ચુક્યા છે. 
Corona નો કહેર : દક્ષિણ ગુજરાતમાં એક સાથે બે સહકારી ક્ષેત્રના દિગ્ગજોનાં મોત

સુરત : દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના બે અગ્રણીઓ જિલ્લાને ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ પ્રમુખ દિલિપભાઇ ભક્ત અને બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર જગુભાઇ પટેલ બંન્નેનું આજે કોરોનાના કારણે અવસાન થયા છે. આ સાથે જ શહેર તથા જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 668 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે કોરોનાનાં નવા 309 અને જિલ્લાનાં 47 એમ કુલ 356 લોકો કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી. કોરોનાને અત્યાર સુધી 11457 લોકો મ્હાત આપી ચુક્યા છે. 

સુરત જિલ્લાના બે સહકારી અગ્રણીઓનું કોરોનાથી નિધન થયું છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને મઢી સુગર ફેક્ટરીના પુર્વ પ્રમુખ અને સરદાર હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી દિલિપભાઇ ભક્તનું નિધન થયું છે. આ સાથે જ બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર અને સામાજિક અગ્રણી જગુભાઇ પટેલનું પણ કોરોનાને કારણે મોત નિપજ્યું છે. સુરત જિલ્લા સહકારી, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 

સુરત શહેરમાં આજ સુધીમાં કુલ 12,345 પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. જ્યારે 534 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 3017 કેસ નોંધાયા છે. 134 લોકોનાં મોત નિપજ્યા છે. શહેર અને જિલ્લા બંન્નેમાં કુલ 15362 કેસ નોંધાયા છે અને 668 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9094 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2326 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ પ્રકારે કુલ 11457 નાગરિકો સાજા થઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news