સુશાંતના પૈસાથી રિયા કરી રહી હતી આ કામ, બિહાર પોલીસની તપાસમાં થયા મોટા ખુલાસા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે મુંબઇ ગયેલા પટનાના નાયબ પોલીસ અધિક્ષક આઈપીએસ અધિકારી વિનય તિવારી શુક્રવારે મોડી રાત્રે પટના પહોંચ્યા હતા. પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડે તેમને રિસીવ કરવા માટે જ પટના એરપોર્ટ પર હાજર હતા. પટના પરત ફર્યા બાદ આઈપીએસ અધિકારી તિવારીએ પત્રકારો સાથે વધુ વાત કરી ન હતી, પરંતુ તેમણે નિશ્ચિતપણે કહ્યું હતું કે, જો બીએમસીએ તેમને મુંબઈમાં ક્વોરન્ટાઇ કર્યા ન હોત તો ચારથી પાંચ દિવસમાં તપાસમાં વધુ પ્રગતિ થતી અને કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવતી. કેટલાક વધુ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હોત.
સુશાંતના પૈસાથી રિયા કરી રહી હતી આ કામ, બિહાર પોલીસની તપાસમાં થયા મોટા ખુલાસા

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે મુંબઇ ગયેલા પટનાના નાયબ પોલીસ અધિક્ષક આઈપીએસ અધિકારી વિનય તિવારી શુક્રવારે મોડી રાત્રે પટના પહોંચ્યા હતા. પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડે તેમને રિસીવ કરવા માટે જ પટના એરપોર્ટ પર હાજર હતા. પટના પરત ફર્યા બાદ આઈપીએસ અધિકારી તિવારીએ પત્રકારો સાથે વધુ વાત કરી ન હતી, પરંતુ તેમણે નિશ્ચિતપણે કહ્યું હતું કે, જો બીએમસીએ તેમને મુંબઈમાં ક્વોરન્ટાઇ કર્યા ન હોત તો ચારથી પાંચ દિવસમાં તપાસમાં વધુ પ્રગતિ થતી અને કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવતી. કેટલાક વધુ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હોત.

બિહાર પોલીસે CBIને તાપસ રિપોર્ટ સોંપ્યો છે. બિહાર પોલીસની એસઆઇટી તપાસમાં ઘણી હેરના કરનારી જાણકારી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્કેલીમાંથી બચવાના ચક્કરમાં સુશાંતનો જીવ ગયો. સુશાંત રિયાના ષડયંત્રનો ભોગ બન્યો હતો. સુશાંતના પૈસા પર રિયાએ કબ્જો જમાવ્યા હતો. સુશાંતના પૈસાથી રિયા તેના પરિવારના નામે પ્રોપર્ટી ખરીદી રહી હતી. સુશાંતને જ્યારે આ વાતનો અનુભવ થયો તો તેની સાથે ખરાબ વર્તન થવા લાગ્યું. સુશાંત રિયાથી પીછો છોડાવવા માગતો હતો, પરંતુ સત્ય પર પડદો રાખવા માટે સુશાંતને દવાનો ડોઝ આપવામાં આવતો હતો.

મુંબઈમાં એસઆઈટીને સામનો કરવો પડ્યો ઘણી મુશ્કેલીનો
શિવસેનાના ગઢમાં એસઆઈટીએ પોતાનું ઠેકાણું બનાવ્યું હતું, પરંતુ મુંબઈ પોલીસને આ સ્થાન મળી શક્યું નથી. આ રિપોર્ટનું માનીએ તો મુંબઈ પોલીસ પટના એસઆઇટીની ટીમને નોન-વેજ ખવડાવવાના બહાને તેમનું સ્થાન જાણવા માંગતી હતી. મુંબઇ પોલીસે પટના એસએસપીનો પણ સંપર્ક કર્યો હતો, વધુ સારી સુવિધાઓ આપવાના નામે એસઆઈટીનો ઠેકાણું જાણવા ઈચ્છતા હતા. મુંબઈ પોલીસના અધિકારી SIT સાથે સુશાંત કેસ સિવાય તમામ મુદ્દાઓ પર વાત કરતી હતી. સુશાંતનો મુદ્દો સામે આવતા વાત ટાળી દેતા હતા.

આ શખ્સને હતી સુશાંતની તકલીફની જાણકારી
એસઆઈટી ટીમે શોધી કાઢ્યું કે દિશા સાલિયાન કદાચ સુશાંત સાથે બનતી ઘટનાઓથી વાકેફ હતી. પટના એસઆઈટીની ટીમને મળી જાણકારી. સુશાંતને નોટ લખવાની આદત હતી. નાની નાની બાબતો પર પણ સુશાંત નોટ લખતો હતો. પરંતુ સુશાંતે તેની આત્મહત્યા અંગે મેસેજ કેમ ન છોડ્યો. SITને સુશાંતની આત્મહત્યાના લક્ષણોની પણ શંકા છે. પોસ્ટમોર્ટમ ફૂટેજ એસઆઈટી પાસે ન હોવાથી તપાસને અસર થઈ હતી. પોલીસ હેડક્વાર્ટર દ્વારા એસઆઈટી સહિત પટના એસપીને એલર્ટ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news