ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચુકવવા પડશે 5થી 7 લાખ રૂપિયા
કોઈપણ દર્દી કોરોના વાયરસની સારવાર લેવા માટે આ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને 14 દિવસનું પેકેજ આપવામાં આપશે. જો સારવાર વધે તો ખર્ચમાં પણ વધારો થશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાજ્ય સરકારે ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવાની મંજૂરી આપી દીધી છે. જેમાં
HCG હોસ્પિટલ, નારાયણી હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2200 જેટલા કેસો સામે આવી ગયા છે. તો આ ખાનગી હોસ્ટિપલમાં કોરોનાની સારવારનો ખર્ચ અંદાજે 5થી 7 લાખ રૂપિયા આવી શકે છે.
હવે કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર
રાજ્ય સરકારે કોરોના વાયરસની સારવાર માટે ખાનગી હોસ્પિટલને મંજૂરી આપતા ઘણા લોકોના મનમાં ખર્ચને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે એચસીજી અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવારનો ખર્ચ અંદાજે પાંચથી સાત લાખ રૂપિયા આવી શકે છે. જો કોઈ દર્દી કોરોનાની સારવાર કરાવવા માટે આ ખાનગી હોસ્પિટલમાં જશે તો તેણે પ્રતિ દિવસ 30-35 હજાર રૂપિયાનો ખર્ચ આવી શકે છે. હોસ્પિટલમાં સારવાર લેતા પહેલાં દર્દીની પસંદગી મુજબ ચાર્જમાં વધારો-ઘટાડો થઈ શકે છે.
દર્દીઓ પાસે રૂમ/ICU ચાર્જ એક દિવસનો 10 હજાર રૂપિયા વસુલ કરવામાં આવશે. આ ઉપરાંત નર્સિંગ ચાર્જ 7500, મેડિકલ ઓફિસર ચાર્જ 900, કન્સલ્ટિંગ ચાર્જ 2500 તેમજ દવાનો ખર્ચ જૂદો અને લેબ રિપોર્ટનો ચાર્જ જે તે નિયમ મુજબ વસુલવામાં આવશે. તો આ ખાનગી હોસ્પિટલમાં દર્દીએ સારવાર લેતા પહેલા 8.5 લાખ રૂપિયાની ડિપોઝીટ આપવાની રહેશે.
કોરોના વાયરસઃ ભારતમાં સૌથી વધુ કેસ અને મૃત્યુઆંક મામલે દેશમાં ગુજરાત બીજા સ્થાને
પીડિતને મળશે 14 દિવસનું પેકેજ
કોઈપણ દર્દી કોરોના વાયરસની સારવાર લેવા માટે આ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને 14 દિવસનું પેકેજ આપવામાં આપશે. જો સારવાર વધે તો ખર્ચમાં પણ વધારો થશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં 3.50 લાખ, સેમી સ્પેશિયલમાં 4.50 લાખ, ડિલક્ષમાં 5 લાખ, સૂટમાં 6.50 લાખ અને ICCU/આઇસોલેશનમાં સારવાર ખર્ચ 8.50 લાખ જેટલો થશે.
દર્દીને ICU માં દાખલ ન કરવો પડે તો 3.5 લાખ સુધી આવી શકે છે ખર્ચ પણ જો ICU માં સારવાર આપવી પડે તો 8 લાખ જેટલો ખર્ચ થઈ શકે છે. દર્દીને કોઈ અન્ય બીમારી હોય તો ખર્ચમાં વધારો પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે