Gujarat માં કોરોનાનો ધધકતો જ્વાળામુખી, 121ના મોત નવા કેસનો આંકડો 12 હજારને પાર
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 12,206 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 4339 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,46,063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 80.82 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 90,34,903 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 15,56,285 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,05,90,594 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 67,315 લોકોને પ્રથમ ડોઝ અને 74,604 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં આજે કોરોનાના નવા 12,206 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 4339 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 80.82 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,46,063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 76500 એક્ટિવ કેસ છે. જ્યારે 353 લોકો વેન્ટિલેટર પર છે. 76147 લોકો સ્ટેબલ છે. 346063 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5615 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 121 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશન 24, અમદાવાદ કોર્પોરેશન 23, વડોદરા કોર્પોરેશન 9, રાજકોટ કોર્પોરેશન 8, રાજકોટ 4, સુરેન્દ્રનગર 4, વડોદરા 4, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, જામનગર, જામનગર કોર્પોરેશન, મોરબી, સાબરકાંઠા માં 3-3 મોત નિપજ્યાં છે. અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, દાહોદ, દેવભુમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણમાં 2-2 લોકોનાં મોત નિપજ્યાં છે. અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, મહીસાગર, પંચમહાલ અને સુરતમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે કોરોનાને કારણે કુલ 121 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે