Hina Khan ને લાગ્યો મોટો ઝટકો, પિતાનું અચાનક થયું નિધન
ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના પિતાનું આજે અવસાન થયું છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ની અભિનેત્રીને આ ઘટનાથી મોટો ઝટકો લાગ્યો છે. હિનાના પિતાનું તેમના મુંબઇ નિવાસસ્થાને નિધન થયું હતું
Trending Photos
નવી દિલ્હી: ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના પિતાનું આજે અવસાન થયું છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ની અભિનેત્રીને આ ઘટનાથી મોટો ઝટકો લાગ્યો છે. હિનાના પિતાનું તેમના મુંબઇ નિવાસસ્થાને નિધન થયું હતું. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે.
પિતા સાથે પોસ્ટ કરતી હતી તસવીરો
હિના ખાન તેના પિતા સાથે ખૂબ જ અટેચ્ડ હતી. તે ઘણીવાર તેમની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. તાજેતરમાં, તે પણ તેના પરિવાર સાથે માલદીવમાં વેકેશનની ઉજવણી કરવા ગઈ હતી. ત્યાંથી તેણે પોતાના પિતા સાથે સુંદર તસવીરો પણ શેર કરી. આ બધી તસવીરો જોઈને બંનેના બોન્ડનો અંદાજ લગાવી શકાય છે.
હિનાએ નથી આપી કોઈ જાણકારી
હિના ખાને આ અંગે હજી સુધી કોઈ જાણકારી શેર કરી નથી. તેમજ તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંઇ લખ્યું નથી. આ જાણકારી વિરલ ભાયાનીના સોશિયલ મીડિયા પેજ પરથી મળી છે. શહિર શેખને મળ્યા બાદ હિનાએ છેલ્લી પોસ્ટ કરી હતી. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, પરંતુ આ ઘટના બાદથી તેણે ચાહકોને કોઈ સંદેશ આપ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે