20 એપ્રિલથી આ વિસ્તારોને Lockdownમાં મળી શકે છે રાહત, જાણો કેવી છે સરકારની તૈયારી

કોરોના વાયરસના પડકારને પહોંચી વળવા માટે સરકારે દેશના તમામ જિલ્લાઓને ત્રણ ઝોનમાં વહેચી દીધા છે. જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીનનો સમાવેશ થાય છે. જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ છે તેને રેડ ઝોનમાં રાખવામાં આવ્યાં છે. જે વિસ્તારોમાં કોરોનાના કેસ નહિવત કે બિલકુલ નથી તેમને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યાં છે. આથી ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં કદાચ 20 એપ્રિલ બાદ લોકડાઉનમાં છૂટછાટ મળી શકે છે. 

20 એપ્રિલથી આ વિસ્તારોને Lockdownમાં મળી શકે છે રાહત, જાણો કેવી છે સરકારની તૈયારી

નવી દિલ્હી: કોરોના વાયરસના પડકારને પહોંચી વળવા માટે સરકારે દેશના તમામ જિલ્લાઓને ત્રણ ઝોનમાં વહેચી દીધા છે. જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીનનો સમાવેશ થાય છે. જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ છે તેને રેડ ઝોનમાં રાખવામાં આવ્યાં છે. જે વિસ્તારોમાં કોરોનાના કેસ નહિવત કે બિલકુલ નથી તેમને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યાં છે. આથી ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં કદાચ 20 એપ્રિલ બાદ લોકડાઉનમાં છૂટછાટ મળી શકે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કહી ચૂક્યા છે કે 20 એપ્રિલ સુધીમાં આવા જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં જેવા હાલાત હશે તે પ્રમાણે છૂટ આપવામાં આવશે. 

રેડ ઝોન એટલે શું
કોરોનાને લઈને કેન્દ્ર સરકારે દેશના 170 જિલ્લાઓને રેડ ઝોનની સૂચિમાં સામેલ કર્યા છે. આ જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યાં છે. રેડ ઝોન હેઠળ તેમને હોટસ્પોટ જાહેર કરાયા છે. 170 જિલ્લાઓમાંથી કેટલાક એવા પણ જિલ્લાઓ છે જ્યાં કોરોનાનું આઉટબ્રેક થયું છે. એવા 123 જિલ્લા છે. 

રેડ ઝોનવાળા વિસ્તારોમાં ઘરે ઘરે કોરોનાના શંકાસ્પદ દર્દીઓની તપાસ થાય છે અને જિલ્લાના પ્રભાવિત વિસ્તારોને સીલ કરાય છે. કોઈને અવરજવરની મંજૂરી રહેતી નથી પરંતુ બફર ઝોનમાં જરૂરી સેવાઓની છૂટછાટ રહે છે. બફર ઝોનમાં શરદી ઊધરસ,તાવની ફરિયાદવાળાની કોરોના તપાસ થાય છે. બફર ઝોન પ્રભાવિત વિસ્તારના નજીકના વિસ્તારને કહે છે. એટલે કે જે જિલ્લાઓને રેડ ઝોનમાં સામેલ કરાયા છે તે જિલ્લાઓના કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કડક પ્રતિબંધો રહેશે પરંતુ જિલ્લાના બાકીના વિસ્તારોમાં થોડી છૂટ મળી શકશે. પરંતુ સ્થિતિ જોતા સ્થાનિક પ્રશાસન પર તે નિર્ભર રહેશે કે લોકોને શું રાહત મળી શકશે. 

જુઓ LIVE TV

ઓરેન્જ ઝોન એટલે શું
જ્યાં ક્લસ્ટર નથી કે ન તો કોઈ કોરોના આઉટબ્રેક હોય તેને ઓરેન્જ ઝોન કહેવાય છે. અહીં કોરોનાના કેસ જરૂર મળ્યા છે. ઓરેન્જ ઝોનમાં એ વિસ્તારો આવે છે જ્યાં કોરોનાના એક કે બે કેસ સામે આવ્યાં છે. એટલે કે મોટા પાયે કોરોનાનું સંક્રમણ ફેલાયુ નથી. 

ગ્રીન ઝોન એટલે શું
ગ્રીન ઝોનની સૂચિમાં એવા જિલ્લા કે વિસ્તારો આવ્યાં છે જે સંક્રમણથી મુક્ત છે. સરકારની કોશિશ છે કે જે જિલ્લાઓ કે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે ત્યાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય. દેશમાં કુલ 736 જિલ્લાઓ છે જેમાંથી 400 જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો ચેપ ફેલાયો છે. તેમાંથી જે જિલ્લાઓમાં આઉટબ્રેક થયો છે તેમને રેડ ઝોનમાં સામેલ કરાયા છે જેમની સંખ્યા 170 છે. 

રેડમાંથી ઓરેન્જ અને ગ્રીન ઝોન ક્યારે થાય
રેડઝોન વાળા જિલ્લા ઓરેન્જ ઝોનની સૂચિમાં ત્યારે નાખવામાં આવે જ્યારે તેમાં 14 દિવસમાં એક પણ નવો કેસ ન આવ્યો હોય. એ જ રીતે જ્યારે ઓરેન્જ ઝોનના જિલ્લામાં 14 દિવસમાં એક પણ કેસ ન આવે તો તેને ગ્રીન ઝોનમાં બદલવામાં આવે છે. એનો અર્થ એ થયો કે રેડ ઝોનને ગ્રીન ઝોનમાં બદલવા માટે 28 દિવસનો સમય લાગી શકે છે. 

ગ્રીન ઝોનને મળી શકે છે લોકડાઉનમાં રાહત!
જે જિલ્લાઓ ગ્રીન ઝોનની શ્રેણીમાં છે જ્યાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી અને ત્યાં કેસ ન આવે તો તેમને 20 એપ્રિલ બાદ છૂટ આપી શકાય છે. પરંતુ આ છૂટછાટ નક્કી કરવામાં સ્થાનિક પ્રશાસન મહત્વની ભૂમિકા ભજવશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારની એજન્સીઓ રાજ્યો સાથે તાલમેળ જાળવીને સતત તમામ જિલ્લાઓની સમીક્ષા કરી રહી છે. જો ગ્રીન ઝોનના જિલ્લાઓમાં કોઈ કેસ સામે ન આવ્યો તો આ વિસ્તારોને લોકડાઉનમાં મોટી રાહત મળી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news