કોરોના વાયરસઃ રાજકોટ જિલ્લામાં ધોરાજી બન્યું હોટસ્પોટ, નવા 11 કેસ નોંધાયા

રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 370થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 12 લોકોના મૃત્યુ પણ થયા છે તો 150થી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. 

કોરોના વાયરસઃ રાજકોટ જિલ્લામાં ધોરાજી બન્યું હોટસ્પોટ, નવા 11 કેસ નોંધાયા

રાજકોટઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી રાજ્યમાં આ મહામારીને લીધે 1927 લોકોના મૃત્યુ પણ થયા છે. હવે રાજકોટ જિલ્લાનું ધોરાજી ગામ કોરોનાનું નવુ હોટસ્પોટ બની રહ્યું છે. અહીં આજે નવા 11 કેસ સામે આવ્યા છે. સતત વધી રહેલા કેસોને લઈને લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આરોગ્ય વિભાગ પણ ધંધે લાગ્યું છે.

ધોરાજીમાં રવિવારે કોરોનાનો વિસ્ફોટ થયો હતો. અહીં નવા 11 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 65 પર પહોંચી ગઈ છે. નવા કેસ આવવાની સાથે તંત્રએ સેનેટાઇઝની કામગીરી શરૂ કરી છે. તો કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

તો જામકંડોરણામાં નવા 3 કેસ સામે આવ્યા છે. જેમાં એક 70 વર્ષિય વૃદ્ધ, એક 40 વર્ષીય અને એક 42 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં પણ નવા પાંચ કેસ નોંધાયા છે. અહીં એક 12 અને એક 13 વર્ષનો બાળક પણ કોરોનાનો શિકાર બન્યો છે. 

રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 370થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 12 લોકોના મૃત્યુ પણ થયા છે તો 150થી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news