Corona Update: રાજ્યમાં ચોથી લહેરના ભણકારા, છેલ્લા 24 કલાકમાં 184 કેસ, 1નું મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. 

Corona Update: રાજ્યમાં ચોથી લહેરના ભણકારા, છેલ્લા 24 કલાકમાં 184 કેસ, 1નું મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 184 કેસ સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં 20 કેસનો વધારો થયો છે. મંગળવારે 164 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. તો કોરોનાની સારવાર બાદ 112 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 712 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. 

અમદાવાદ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 91 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10, ગાંધીનગર શહેરમાં 7, કચ્છમાં 4, સુરત ગ્રામ્યમાં 4, વલસાડમાં 4, અમદાવાગ ગ્રામ્યમાં 3, ભરૂચમાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 3, જામનગર જિલ્લામાં 5, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં બે-બે, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે. 

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 991 પર પહોંચી ગયા છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1214775 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.03 ટકા છે. 

ગુજરાતમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 43 હજાર 217 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી વેક્સીનના કુલ 11 કરોડ 6 લાખ 33 હજાર 665 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news