Putin Health Status: નવા વીડિયોમાં ડગમગતા જોવા મળ્યા રશિયના રાષ્ટ્રપતિ, વાયરલ થયો વીડિયો

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક નવા વીડિયોએ તેમના સ્વાસ્થ્યને લઇને નવી ચિંતાઓ ઉભી કરી દીધી છે. સમાચાર છે કે તે બ્લડ કેન્સરથી પીડિત છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં એક પુરસ્કાર સમારોહમાં હાજર હતા, જ્યાં તે હલી રહ્યા હતા અને ઉભા રહેવામાં તકલીફ પડી રહી હતી. 

Putin Health Status: નવા વીડિયોમાં ડગમગતા જોવા મળ્યા રશિયના રાષ્ટ્રપતિ, વાયરલ થયો વીડિયો

Putin Health Status: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક નવા વીડિયોએ તેમના સ્વાસ્થ્યને લઇને નવી ચિંતાઓ ઉભી કરી દીધી છે. સમાચાર છે કે તે બ્લડ કેન્સરથી પીડિત છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં એક પુરસ્કાર સમારોહમાં હાજર હતા, જ્યાં તે હલી રહ્યા હતા અને ઉભા રહેવામાં તકલીફ પડી રહી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોડિયમ પાસે ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે અને પોતાના પગ હલાવતા જોવા મળી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો 

— Mike Sington (@MikeSington) June 14, 2022

સોશિયલ મીડિયા પોસ્ટના અનુસાર આ એક ખતરનાક દ્રશ્ય છે. તમને જણાવી દઇએ કે પુતિનના ડોક્ટરોએ તેમને સલાહ આપી છે કે તે પોતાના અસ્થિર સ્વાસ્થ્યના કારણે લાંબા સમય સુધી સાર્વજનિક રૂપથી ક્યાંય હાજર ન રહે. પરંતુ તેમછતાં પણ પુતિન એક સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળે છે. 

વધુ બિમાર છે પુતિન
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય હંમેશા દુનિયાભર માટે ચર્ચાનો વિષય રહે છે અને જ્યારે યૂક્રેન પર આક્રમણ શરૂ થયું છે, ત્યારથી તો અફવાઓ ચાલી રહી છે કે તે ગંભીરરૂપથી બિમાર છે. 

પુતિન વિશે આવો દાવો
ફોક્સ ન્યૂઝે મંગળવારે એક રિપોર્ટમાં કહ્યું કે રશિયાના નેતાનું એક વિશેષ સહયોગી છે જે પુતિનના વિદેશમાં હોવાથી તેમનું મળ અને મૂત્ર એકત્ર કરે છે અને તેને માસ્કોમાં નિપટાવવા માટે પરત લાવે છે. એ ડર છે કે તેમના મળમૂત્રને પાછળ છોડવાથી પુતિનના સ્વાસ્થ વિશે વધુ જાણકારી સામે આવી શકે છે. ગત મહિને એક રશિયન નેતાએ કહ્યું હતું કે પુતિન બ્લડ કેન્સરથી પીડિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news