ભારે વિવાદ બાદ પાલિકા નિર્ણય બદલ્યો, હવે ફ્રીમાં થશે પરપ્રાંતીય શ્રમિકોનો કોરોના ટેસ્ટ

હવે શ્રમિકો અને રત્ન કલાકારો પ્રાઇવેટ લેબમાં જઈ માત્ર રજિસ્ટ્રેશન ચાર્જ આપી રેપિડ ટેસ્ટ કરાવી શકશે. જેથી સાડા સાતસોના બદલે માત્ર 100 રૂપિયાની અંદર રત્નકલાકારો અને શ્રમિકો રેપિડ ટેસ્ટ કરી કરી શકશે.

  ભારે વિવાદ બાદ પાલિકા નિર્ણય બદલ્યો, હવે ફ્રીમાં થશે પરપ્રાંતીય શ્રમિકોનો કોરોના ટેસ્ટ

ચેતન પટેલ/સુરતઃ ભારે વિવાદ બાદ આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા રત્નકલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસે રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર હવે પ્રાઈવેટ લેબમાં કારીગરો પોતાનો ટેસ્ટ કરાવી શકશે અને તેનો ચાર્જ પાલિકા આપશે. રજીસ્ટ્રેશનવાળી લેબમાં ટેસ્ટનો ચાર્જ અંદાજીત 100 રૂપિયા આપવાનો રહેશે.

સુરતના ડાયંમડ અને ટેકસટાઇલ ઉદ્યોગમાં કાર્યરત કારીગરોના રેપીડ ટેસ્ટ મુદ્દે આજે  સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પાલિકાને સૂચના આપી હતી કે હાલ આર્થિક સંકડામણથી પીડાઈ રહેલા રત્નકલાકારો પાસેથી રેપીડ ટેસ્ટનો ચાર્જ વસુલવામાં ન આવે. જેના અનુસંધાને આજે પાલિકા કચેરી ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના અધ્યક્ષસ્થાને મેયર ડોક્ટર જગદીશ પટેલ, પાલિકા કમિશનર બંછાનિધિ પાની સહિત હીરા ઉદ્યોગના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો રત્ન કલાકારોના રેપીડ ટેસ્ટ રાજકીય મુદ્દો ન બને આ માટે આરોગ્ય મંત્રીએ પોતે બેઠકમાં રસ લીધો હતો. આખરે નિર્ણય લેવાયો હતો કે રત્ન કલાકારો પાસેથી ટેસ્ટનો ચાર્જ વસૂલવામાં અહીં આવશે અથવા રત્ન કલાકારોને જો રેપિડ ટેસ્ટ કરવો હોય તો પાલિકા મફતમાં કરી આપશે. સાથે પ્રાઈવેટ લેબમાં હવે રેપિડ ટેસ્ટ કરી શકાશે.

15 વર્ષની કિશોરીને દેહ વેપારના ધંધામાં ધકેલી, સુરતમાં ગોરખધંધાનો પર્દાફાશ 

જેથી હવે શ્રમિકો અને રત્ન કલાકારો પ્રાઇવેટ લેબમાં જઈ માત્ર રજિસ્ટ્રેશન ચાર્જ આપી રેપિડ ટેસ્ટ કરાવી શકશે. જેથી સાડા સાતસોના બદલે માત્ર 100 રૂપિયાની અંદર રત્નકલાકારો અને શ્રમિકો રેપિડ ટેસ્ટ કરી કરી શકશે. રત્ન કલાકારોના રેપીડ ટેસ્ટ હીરા એકમોના માલિકોએ જાતે કરાવવા અંગે કરાયેલી જાહેરાત મામલે બેઠક યોજાઇ હતી. આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, દિવાળી નજીક છે અને ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ધીમે ધીમે શરૂ કરાવવામાં આવી રહ્યા છે. રત્ન કલાકારો પણ વતનથી આવી રહ્યા છે. રત્ન કલાકારોના કોરોના રિપોર્ટના 750 રૂપિયા વસુલવામાં આવી રહ્યા હતા. જો કે હવે રેપીડ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવી શકશે. જે માટે કીટ પાલિકા આપશે. 
લેબોરેટરી ટેક્નિસિયન દ્વારા સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરેલી લેબને પાલિકા કીટ આપશે. જે કારખાના માલિક રત્ન કલાકારોના એક સાથે ટેસ્ટ કરાવવા માંગતા હોય તેવા લોકોને માત્ર 100 રૂપિયામાં કોરોના ટેસ્ટ કરી આપવામાં આવશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news