દૂધના પેકેટ સાથે તમારા ઘરમાં ઘૂસી શકે છે Coronavirus, FSSAI આપી આ સલાહ

આ કોરોના (Corona) કાળમાં લોકો ખૂબ સતર્કતાથી કોઇપણ કામ કરી રહ્યા છે. ભલે તે બહાર નિકળવાનું હોય કે પછી બહારથી કોઇ સામાન લાવવાનો હોય. દરેક પ્રકારની સેફ્ટી (Saftey) રાખવી જરૂરી છે.

દૂધના પેકેટ સાથે તમારા ઘરમાં ઘૂસી શકે છે Coronavirus, FSSAI આપી આ સલાહ

નવી દિલ્હી: આ કોરોના (Corona) કાળમાં લોકો ખૂબ સતર્કતાથી કોઇપણ કામ કરી રહ્યા છે. ભલે તે બહાર નિકળવાનું હોય કે પછી બહારથી કોઇ સામાન લાવવાનો હોય. દરેક પ્રકારની સેફ્ટી (Saftey) રાખવી જરૂરી છે. તાજેતરમાં જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોનાકાળમાં પ્લાસ્ટિક (Plastic)ના પેકેટમાં મળનાર દૂધ (Milk) ઘરે લાવતી વખતે અને લાવીને તેને ઉકાળતાં અને ઉપયોગ કરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. FSSAI તરફથી કહેવામાં આવ્યું છે કે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમે પોતે પણ માસ્ક (Mask) પહેરો અને દૂધવાળાએ માસ્ક પહેર્યું ચેહ કે નહી એ વાતનું પુરૂ ધ્યાન રાખો. આવો જાણીએ કેટલીક એવી વાતો. 

— FSSAI (@fssaiindia) July 13, 2020

- જ્યારે તમે દૂધનું પેકેટ બજારથી ઘરે લાવો તો તેને તાત્કાલિક ઉપયોગ ન કરો. પરંતુ રસોઇ અથવા બાથરૂમનો નળ ખોલીને વહેતા પાણીમાં આ પેકેટને સારી રીતે ધોઇ લો. 
- જો તમને જરૂરી લાગે તો તમે આ પેકેટને સાબુ વડે ધોઇ શકો છો. જોકે વહેતા પાણીમાં સારી રીતે પેકેટને ધોયા બાદ હાથ સાબુ વડે ધોવા પુરતું નથી. 
- પેકેટ ધોયા બાદ સૌથી પહેલાં હાથ ધોવો અને પછી આ પેકેટને સ્વચ્છ કાતરની મદદથી કાપીને વાસણમાં દૂધ નિકાળો.
- એ વાતનું ધ્યાન રાખો કે દૂધને વાસણૅમાં નાખતી વખતે પેકેટ પર લાગેલું પાણી દૂધમાં પડે નહી. 
- આ સ્થિતિથી બચવા માટે તમે દૂધને વાસણમાં નાખતાં પહેલાં તે પેકેટને કપડાંથી સાફ કરી લો. 
- પેકેટમાં આવનાર દૂધ પ્રોસેસ્ડ મિલ્ક હોય છે. તમે તેને ગરમ કર્યા વિના પર ઉપયોગ કરી શકો છો. પરંતુ આ સામાન્ય દિવસોમાં સારું રહેશે. 
- કોરોનાના ખતરાથી બચવા માટે જરૂરી છે કે તમે દૂધને સારી રીતે ગરમ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરો.
- જો તમે હાઇઝીનને લઇને શ્યોર છો તો પેકેટમાં આવેલા દૂધનો સીધો ઉપયોગ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news