અમદાવાદની મહિલાએ Coronaને આપી ધોબીપછાડ, 10 દિવસમાં થઈ સાજીસારી
રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો Corona વાયરસથી ડરી રહ્યા છે અને ભયભીત છે.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો Corona વાયરસથી ડરી રહ્યા છે અને ભયભીત છે. જોકે આ માહોલમાં એક અત્યંત હકારાત્મક ઘટના બની છે. ગુજરાતમાં પહેલીવાર કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સાજો થયો છે. આ દર્દી અમદાવાદની 34 વર્ષની મહિલા છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલાને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી.
First #COVID2019india Positive Patient is treated and discharged today from the @svphospital. The patient has recovered fully after 10 days of care and management. After the recovery, the patient has tested Negative Twice in the last 24 hrs. #AmdavadFightsCorona #AmdavadAMC pic.twitter.com/RylPwPBnGE
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 29, 2020
રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીને ડિસ્ચાર્જ કરવાનો લેટર ટ્વીટર પર શેર કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. આ મહિલાને 18 માર્ચે શહેરની SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી.
ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ છે. અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 થઈ છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં લગભગ 5 કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો છે અને રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે