ભાવનગરમાં ફરતી થઈ કોરોના અવેરનેશ કાર
ભાવનગરના જીતુ ચુડાસમા નામના નાગરિકે કોરોના વાયરસના ખતરાથી લોકોને જાગૃત કરવા લોકો આ વાયરસના ફેલાવાથી કઈ રીતે બચી શકે અને તેના ઉપાય જણાવતા સૂત્રો લખેલા સ્ટીકર લગાવી કોરોના અવરનેશ કાર બનાવી છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ એકજુથ બની લડી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને કોરોનાથી સતર્ક રહેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સહુ કોઈની જવાબદારી બને છે.
ભાવનગરના જીતુ ચુડાસમા નામના નાગરિકે કોરોના વાયરસના ખતરાથી લોકોને જાગૃત કરવા લોકો આ વાયરસના ફેલાવાથી કઈ રીતે બચી શકે અને તેના ઉપાય જણાવતા સૂત્રો લખેલા સ્ટીકર લગાવી કોરોના અવરનેશ કાર બનાવી છે. આ કારને તેઓ શહેરના માર્ગો પર ફેરવી કોરોના વાયરસ સામે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો:- જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું
કોરોના વાયરસે વિશ્વના 135 કરતા વધારે દેશોમાં હાહાકાર મચાવ્યો છે. તમામ દેશ આ મહામારીથી બચવા માટેના ઉપાયો શોધી રહ્યાં છે. સાથે ભારત સરકારે પણ આ વાયરસ સામે લોકોને સતર્ક રહેવા ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે અને સાવચેતીના ભાગ રૂપે શાળા કોલેજો, અને સિનેમાઘરો બંધ રાખવા આદેશ કરી દીધા છે.
વિવિધ માધ્યમો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આવા સમયે લોકોએ પણ ખોટી અફવાઓથી બચવુ જોઈએ અને સાવધાની પૂર્વક આ વાયરસને દૂર રાખવા સરકારના દરેક સૂચનો સામે તકેદારી રાખવી જોઈએ. ભાવનગરના જીતુ ચુડાસમા નામના નાગરિકે પણ કોરોના સામે લોકોને સતર્ક રાખવા પોતાની જવાબદારી સમજી પોતાની કારને અવરનેશ કાર બનાવી છે.
Live TV:-
જીતુ જેક્શનના હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા ભાવનગરના સિંગર તરીકે વ્યવસાય કરતા જીતુ જેકશને પોતાની પાસે રહેલી કાર ઉપર વિવિધ પ્રકારના કોરોના વાયરસ સામે સાવચેતી દર્શાવતા સ્ટીકરો લગાવી કોરોના અવરનેશ કાર બનાવી છે. તેઓ આ કાર લઈને શહેરના માર્ગો પર ફરી રહ્યા છે. તેમજ જ્યાં માનવ સમુદાય વધારે જોવા મળે ત્યાં કાર થોભાવી લોકોને વાયરસના ઘાતક સંક્રમણ સામે કઈ રીતે બચી શકાય અને કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તે લોકોને સમજ આપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે