આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો રહેજો સતર્ક, નહીં તો રડવાના આવશે દિવસો

શહેરના નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બંધ કરાવી અને બેંક એકાઉન્ટ માંથી 16 લાખ રૂપિયા અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે

આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો રહેજો સતર્ક, નહીં તો રડવાના આવશે દિવસો

ઉદય રંજન, અમદાવાદ: જો તમારા ઈમેલમાં આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો સાવધાન થાજો. કેમ કે તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી, અમદાવાદના વેપારીએ આવાજ એક ઈમેલ પર 16 લાખ ગુમાવ્યા છે. ગઠિયાએ 3 ટ્રાન્જેક્શન કરીને બેન્કના ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપાડી લેતાં અમદાવાદના વેપારીને રાતા પાણીએ રડાવ્યા છે.

શહેરના નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બંધ કરાવી અને બેંક એકાઉન્ટ માંથી 16 લાખ રૂપિયા અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારીના ઈ-મેલ પર સીમકાર્ડની કંપનીના નામનો ઈમેલ કરી આધાર કાર્ડની વિગત માંગી કાર્ડ બંધ કરાવી નવું કાર્ડ વાપીમાંથી પોસ્ટપેઈડ કરાવ્યું હતું.

નવરંગપુરાના રાજ બંગલોઝમાં રહેતા અને આશ્રમ રોડ પર ટેક્ષેશનની ઓફિસ ધરાવતાં નીતિન શાહના ઈ-મેલ પર 9 માર્ચે વોડાફોન કંપનીના ભળતા નામનો ઇ-મેલ આવ્યો હતો કે તમારું આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક નહિ કરવામાં આવે તો ફોન બંધ થઈ જશે. જેથી નિતિન શાહે આધારકાર્ડ સ્કેન કરી ઈમેલ કરી આપ્યું હતું. 12 માર્ચે નીતિનનો ફોન બંધ થઈ જતાં તેણે વોડાફોન સ્ટોર પર તપાસ કરતા વાપીથી કાર્ડ બંધ થઈ નવું પોસ્ટપેઈડ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યું છે.

ત્યારબાદ, કાર્ડનો દુરુપયોગ કરી કોઈ છેતરપીંડી થઈ હોવાની આશંકા લાગતા નીતિન શાહે બેંક એકાઉન્ટ જોતા અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શનથી રૂ. 16 લાખ અજાણ્યાં શખ્સના ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. આ અંગે નીતિન પટેલે ફરિયાદ નોંધાવતાં નવરંગપુરા પોલીસે ખાતા નંબર અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

Live TV:- 

10 રૂપિયાની લિંક મોકલી ખાતામાંથી 49 હજાર ખંખેરી લીધા
ઓનલાઇન ફ્રોડનો આવો જ બીજો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એક ડાઇનિંગ હોલમાં એક ગુજરાતી થાળી સાથે બે થાળી ફ્રી મેળવવાની ઑનલાઇન જાહેરાત જોઈને ઑર્ડર આપનારા સિનિયર સિટીઝનને 49 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ફેસબુક પર જાહેરાત જોઈને સિનિયર સિટીઝને ફોન કર્યો હતો, જેથી સામેવાળાએ તેમને એક એપ્લિકેશન મોકલીને 10 રૂપિયાનું ઑનલાઇન ટ્રાન્જેક્શન કરાવીને 6 ટ્રાન્જેક્શનથી તેમના ખાતામાંથી 49 હજાર રૂપિયા ઉપાડી દીધા હતા. વસ્ત્રાપુર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news