Ahmedabad એરપોર્ટ પર અદાણીનો વધુ એક વિવાદ, ફ્રી જગ્યાના રાતોરાત ચાર્જ વસૂલ્યા
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર અદાણી કંપનીનો (Adani Company) વધુ એક વિવાદ ઉભો થયો છે. કેબ સર્વિસ (Cab Service) માટે ફ્રીમાં આપેલી જગ્યામાં એકાએક ચાર્જ વસુલ કરી દેવાતા વિવાદ (Controversy) સર્જાયો છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર અદાણી કંપનીનો (Adani Company) વધુ એક વિવાદ ઉભો થયો છે. કેબ સર્વિસ (Cab Service) માટે ફ્રીમાં આપેલી જગ્યામાં એકાએક ચાર્જ વસુલ કરી દેવાતા વિવાદ (Controversy) સર્જાયો જેને લઇને કેબ સંચાલકોમાં (Cab Operator) રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ મામલે અદાણી મેનેજમેન્ટનું (Adani Management) ભેદી મૌન જોવા મળી રહ્યું છે અને સ્થળ પર આવેલા અધિકારીઓ કંઇપણ કહેવા તૈયાર નથી.
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર અદાણી કંપની દ્વારા કેબ સર્વિસ (Cab Service) માટે ફ્રી અપાયેલી જગ્યાના એકાએક ચાર્જ લેવાના શરૂ કરી દેવાતા વિવાદ ઉભો થયો છે. કંપની (Adani Company) દ્વારા 13 એપ્રિલની મધરાતથી પ્રથમ કલાક વિનામૂલ્યે અને ત્યારબાદના દર કલાકના રૂપિયા 50 ચાર્જ વસૂલવામાં આવ્યા છે. આ અગાઉ કેબ સંચાલકોને (Cab Operator) ગુજસેલ નજીક ફ્રી જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ હવે ઇન્ટરનેશનલ ટર્મિનલ પર એકાએક ચાર્જ લેવાનું શરૂ કરી દેવાયું છે.
આ પણ વાંચો:- કોરોનાની વાસ્તવિક સ્થિતિ દેખાડી રહ્યા છે આ દ્રશ્યો, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો
જો કે, 12 એપ્રિલે એન્ટર થયેલી કારનું 13 એપ્રિલ સવારે 9.30 વાગ્યા મુજબ 7900 રૂપિયાનું બિલ બનાવી દેવામાં આવતા કેબ સંચાલકો (Cab Operator) રોષે ભરાયા છે. 13 એપ્રિલ રાતના 12 થી ચાર્જ લેવાનો અમલ શરૂ કરાયો તો 12 એપ્રિલને કેમ ગણવામાં આવી? કારના અધૂરના નંબર એન્ટર કરી અન્ય નંબરના આધારે પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો હોવાનું કેબ સંચાલકોએ જણાવ્યું હતું.
કેબ સંચાલોકએ વધુમાં જણાવ્યું હતું કે, આ અમારી જોડે તમામ પ્રકારનું શોષણ છે. સરકાર અમને ન્યાય આપે. ઉલ્લેખનીય છે કે, આ મામલે અદાણી મેનેજમેન્ટનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે. સ્થળ પર આવેલા આધિકારીઓ પણ કંઈ કહેવા માટે તૈયાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે