આક્રોશમાં જૈન સમાજ : પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ કરાઈ

Jain Tirthankaras Idols Damage On Pavagadh Hill : પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ.. જૂનાગઢ સહિત અનેક જગ્યાએ વિરોધ... સુરતમાં જૈન સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ કર્યું પ્રદર્શન.. 
 

આક્રોશમાં જૈન સમાજ : પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ કરાઈ

Vadodara News : પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. ન માત્ર ગુજરાતના જ, પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે. એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન અપાયું છે. અને આખી રાતે કલેક્ટર કચેરીની બહાર બેસી જૈન સમાજે વિરોધ નોંધાવ્યો.

માહિતી એવી છે કે, પાવાગઢ ડુંગર પર સ્થિત મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે થઈને મંદિરનું કામ કરવામાં આવતા પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે. પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2024

 

પાવાગઢ ખાતે આવેલ પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ આક્રોશ છવાયો છે. અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. પાવાગઢ, વડોદરા, સુરત અને મુંબઈ સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. પાવાગઢ ખાતે નિજ મંદિર જવાના જુના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિ ઓ હટાવાતા વિવાદ થયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે પણ જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજે માંગ કરી છે. 

તો સુરતમાં પણ આ મુદ્દે જૈન સમાજનો વિરોધ જોવા મળ્યો. રાત્રિના સમયે કલેક્ટરે કચેરી ખાતે વિરોધ કરાયો હતો. મોટી સંખ્યામાં લોકો જૈન સમાજના મહારાજ સાહેબ સાથે કલેકટરે કચેરી પહોંચ્યા હતા. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. રાત્રિના સમયે કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી આવતા આવેદન પત્ર આપ્યું છે. 

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત ૭ મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. ૨૦ દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરૃ કરી હતી ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે, તેમ છતાં અમારાં આવેદનપત્રની અવગણના કરીને આજે મૂર્તિઓ તોડી નાખવામાં આવી.

જૈન અગ્રણીઓનો આક્ષેપ છે કે મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઇના ઇશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થઇ જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news