બસ હવે આ જ બાકી હતું! એવી વસ્તુની ચોરી તમે પણ કહેશો આતો રેવા દીધુ હોત યાર...
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી : સામાન્ય રીતે સોના, ચાંદી અને રોકડની ચોરી કરવામાં આવતી હોય છે તેવું સાંભળવામલે છે પરંતુ મોરબીમાં કન્ટેનર ચોરીનું કૌભાંડ સામે આવી છે. વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી મોરબીના અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે કન્ટેનર ચોરી કરીને લઈને આવતા હતા અને તેનું કટીંગ કારવામાં આવતું હતું. જેની એલસીબીની ટીમને હકકીત મળી હતી જેના આધારે પોલીસે હાલમાં કન્ટેનરનો ભંગાર બનાવીને વેચાતા ચાર શખ્સોની ઝડપી લઈને તેની પાસેથી ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
મોરબી જિલ્લામાં ચોરીના ગુનામાં આરોપીને શોધી કાઢવા માટે એલસીબીની ટીમને સૂચના આપવામાં આવી હતી. ખાનગી બાતમી આધારે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની દેરી પાસે રેડ કરી હતી ત્યારે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં કન્ટેનર ઉતારવામાં આવ્યા હતા અને અમુક ઇસમો દ્વારા કન્ટેનરનું કટીંગ કરીને તેનો ભંગાર કરી વેચવામાં આવતો હતો. જયારે પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપર ચાર કન્ટેનર, ૧૧ કન્ટેનરનો કટીંગનો લોખંડનો ભંગાર, ગેસના નાના મોટા ૪ સીલેન્ડર, ગેસ કટરગન ૩ વિગેરે અને અન્ય સાધનો મળીને આવતા ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં રવિ વિનોદભાઇ પંસારા જાતે દેવીપૂજક (૨૭) રહે. વીસીપરા મેઇન રોડ, નકુલ કરશનભાઇ મંદરીયા જાતે દેવીપૂજક (૨૪) રહે. ભીમસર વેજીટેબલરોડ, મહેન્દ્ર ભરતભાઇ સોલંકી જાતે દેવીપૂજક (૨૩) રહે. શોભેશ્વરરોડ કુબેર ટોકિઝ પાછળ અને ફિરોજ રહીમભાઇ મમાણી જાતે ખાટકી (૨૦) રહે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાસનો સમાવેશ થાય છે. તેની પૂછપરછમાં વધુ બે શખ્સ મહાવીરસિંહ ભાનુભા અને ભવ્યરાજસિંહ ઉર્ફે ભાનુભાનાં નામ સામે આવ્યા છે. જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા મુંદ્રા પોર્ટ ઉપરથી ૨૦ જેટલા કન્ટેનરની ચોરી કરવામાં આવી છે. જે પૈકીનાં ૧૧ કન્ટેનરનો ભંગાર મોરબી પોલીસે કબજે કર્યો છે.
મોરબી એલસીબીની ટીમે મુંદ્રા પોર્ટ ઉપરથી કન્ટેનર ચોરી કરીને તેનું કટિંગ કરીને તેના ભંગારને વેચવામાં આવતો હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેથી કરીને હાલમાં છ શખ્સોની સામે મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને ત્યાંની પોલીસ દ્વારા આગળની તપસ શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે