10મીએ ભારત બંધના એલાનને કોગ્રેસનું સમર્થન, પેટ્રોલપંપોની કરાશે તાળાબંધી: પરેશ ધાનાણી 

આગમી દસમી તારીખે ભારત બંધના એલાને લઇને ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10મીએ ભારત બંધના એલાનને કોગ્રેસનું સમર્થન, પેટ્રોલપંપોની કરાશે તાળાબંધી: પરેશ ધાનાણી 

અમદાવાદ: આગમી દસમી તારીખે ભારત બંધના એલાને લઇને ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 10મી તારીખે આપેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ પૂરેપૂરૂ સમર્થન આપશે. અને વધી રહેલા પેટ્રોલના ભાવનો વિરોધ કરવામાં આવશે. આગામી 10મીએ પેટ્રોલપંપોને તાળાબંધી કરવામાં આવશે. જ્યારે 18મી તારીખે મોધવારી અને પેટ્રોલના ભાવને લઇને ગાંધીનગરમાં સરકારનો વિરોધ કરવામાં આવશે. 

મોધવારી અને ભાવવધારાના મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર 
ખેડૂતોની દેવા માફીને લઇને ગુજરાત કોંગ્રેસ 24 કલાકના ઉપવાસ આંદોલન બાદ કોગ્રેસના નેતાઓએ પારણાં ખેડૂતોના હાથે પાણી પી પાંરણા કર્યા હતા. જ્યારે આગામી 10મીએ કરવામાં આવેલા ભારતબંધના એલાનને પણ કોગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે પેટ્રોલના ભાવવધારરના વિરોધમાં 10મીએ પેટ્રોલપંપોની તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવશે.

માંગ નહિં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરીશું
હાર્દિક પટેલના ઉપવાસ અંગે ધાનાણીએ કહ્યું કે, "આજે 15માં દિવસે તેને પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે ત્યારે ભારતીય જનાત પાર્ટીની સંવેદનશીલ સરકાર, અહંકારી સરકાર આંદોલનકારીઓની માંગણી માટે સકારાત્મક જવાબ આપે તેવી માંગણી કરી છે. તેની સાથે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ 24 કલાક માટે ઉપવાસ રાખ્યાં હતાં. તે છતાં બીજેપીની સરકારે અત્યાર સુધી આંદોલનકારીઓની માંગણી સાંભળી નથી. મને લાગે છે કે નરેન્દ્ર મોદી ખુદ ખેડૂત અને ગુજરાત વિરોધી છે. જો આ સરકાર જગતના તાત માટે હકારાત્મક જવાબ નહીં આપે તો આવતા સમયમાં વિધાનસભા ઘેરાવ કરશે."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news