શીર્ષસંવાદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, સત્યનો વિજય થશે એ આશાએ ચૂંટણી લડીશું

Exclusive Interview Wih Congress President Jagdish Thakor : ZEE 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવી કેવી છે 2022 માટે કોંગ્રેસની તૈયારી
 

શીર્ષસંવાદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, સત્યનો વિજય થશે એ આશાએ ચૂંટણી લડીશું

ઝી મીડિયા/બ્યૂરો :વિધાનસભાની ચૂંટણી માટે શું છે કોંગ્રેસની વ્યૂહરચના? કોંગ્રેસે કયા નેતાઓને ચૂંટણી લડવાની તૈયારી કરવા કહ્યું છે? શું કોંગ્રેસ રેવડી કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે? શું કોંગ્રેસ વિધાનસભાની આ ચૂંટણી લઘુમતિઓના સહારે લડશે? ચૂંટણીમાં લઘુમતિ કાર્ડ પર શું છે કોંગ્રેસનું ગણિત? ZEE 24 કલાકના પ્લેટફોર્મ પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવાના અનેક પ્રશ્નોનો જવાબ આપ્યો. ZEE 24 કલાક ચેનલના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં એડિટર દિક્ષીત સોની સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ખાસ વાતચીત કરી. સાથે જ ચૂંટણીને લઈને કોંગ્રેસની રણનીતિની પણ મોકળામને ચર્ચા કરી.

કોંગ્રેસ તૈયારીમાં આગળ હોય, પણ સત્તામાં કેમ નથી આવતી 
2017 માં જે કસર રહી, કેમ નેતૃત્વ અમારુ ન બન્યું, ચૂંટણી પછી ઉપરાઉપરી બેઠક થઈ અને તારણ કાઢવામાં આવ્યુ કે, કેમ કોંગ્રેસ હારી ગઈ. હારના કારણો શોધવામાં આવ્યા. દ્વારકાની ચિંતન શિબિરમાં સિનિયર લોકોની જે બેઠકો થઈ, જે સીટવાઈઝ જે ત્રુટી રહી ગઈ તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો. 

કોંગ્રેસ પર આરોપ લાગે છે કે, કોંગ્રેસ એસી કલ્ચરની પાર્ટી બની છે
વિપક્ષની ભૂમિકામાં દેશમાં બે વિચારધારા ચાલે છે. ભાજપ વિપક્ષમાં હતુ તેનો રોલ અલગ હતો. બસો બાળવી, બંધનુ એલાનના આગલી રાતે બસો બાળવી, તોફાનો કરાવવા અને બંધના બેચાર દિવસ પહેલા એવા બનાવ બને કે બંધ જડબેસલાક હોય, કોઈની હત્યા થાય, તેના પર રાજનીતિ થાય. ગુજરાતમાં આ પણ રાજનીતિ હતી. આ રાજનીતિ કોંગ્રેસ ક્યારેય નહિ કરે. બીજી રાજનીતિ એ છે કે, ગુજરાતમાં કોઈ કારણોસર 144 કલમ 365 દિવસ લાગેલી હોય છે. એવુ તો શું ગુજરાતમાં થાય છે કે ચારથી વધુ લોકો ભેગા ન થાય. કોઈ આંદોલન કરવા માંગે તો સરકાર તરફથી તેમને મંજૂરી ન મળે. કોઈ કાર્યક્રમ કરવા જઈએ તો જગ્યા ભાડે આપનારને ધમકાવવામાં આવે છે. ભાજપે શું 27 વર્ષથી શાસન કર્યુ તો અમરપટો લખાવીને લાવ્યા છે. શુ આ રીતે તમે સરકાર બનાવવા માંગો છો. કોંગ્રેસ તો અંગ્રેજોની સામે પણ ડરી નથી. સત્તા વગર અમે 27 વર્ષથી છીએ એ સ્વીકાર છીએ. ધ્રુવીકરણની રાજનીતિની હાઈપ જે ભાજપે આપી છે તે અમે નથી આપી શક્તા. આ મુદ્દાઓ છે, પણ સત્યનો વિજય છે એ આશા અને વિશ્વાસ સાથે 2022 ની તૈયારી કરીશું.

વિપક્ષ તરીકેની જવાબદારીમાં કોંગ્રેસ પાછળ પડ્યું અને આપ આવ્યું
હુ આ વાત સાથે સહમત નથી. 2022 પહેલા પણ આપે ચૂંટણીની તૈયારીઓ કરી હતી. કોંગ્રેસ સામે તેમની લડાઈ જ નથી. જો કોંગ્રસે સામે લડાઈ જ નથી, અને કોંગ્રેસ ક્યાંય છે જ નહિ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ દર અઠવાડિયે ગુજરાત આવીને બે-બે દિવસ રોકાઈને રાતના ઉજાગરા કરે છે તે પણ સવાલ છે.  

2022 ની શું રણનીતિ છે
અમે ગત ચૂંટણીનુ તારણ એ છે કે, કોંગ્રેસનો 40 ટકા મતદાર મતદાન નથી કરતો. અમે એ ટકાવારીને વધારી શકીએ. છેલ્લા સમયે ચૂંટણી પંચ બેલેટના સિક્કા મારીને કોંગ્રેસના 5-6 હજાર મત કાઢી નાંખે છે. એમાં લિગલ સાવચેતી રાખીશું. છેલ્લી ઘડીએ એવુ બને છે કે, કોઈ એક ધારાસભા મત વિસ્તારમાં એક જ નામના 7000 લોકો છે. હજારો એન્ગલથી ચૂંટણી લડાય છે, પરંતુ ચૂંટણીમાં જો જીતા વહી સિંકદર. કોંગ્રેસન શાસન હતુ ત્યારે બૂથ પર બોગસ મતદાન ન થતું. પણ હવે અમને ખબર પડી છે કે, ચૂંટણી મેનેજમેન્ટ પૈસીથી, વ્યસનથી, ધાકધમકીથી, અધઝિકારીઓથી જુદી જુદી રીતે પ્રભાવ પાડીને હારી-જીતી શકાય છે. તે 2022 માં કામ લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news