Team India: ધવન પાસેથી કેપ્ટનશીપ છીનવાતા ખુશ હશે આ ખેલાડી, જાણો કેમ હટાવાયો ગબ્બરને

Team India: ભારતીય ટીમ આ મહિને એશિયા કપથી પહેલા ઝિમ્બાબવે સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમશે. આ સીરિઝ પર કેપ્ટનશીપ હવે શિખર ધવનની જગ્યાએ કેએલ રાહુલ કરશે.

Team India: ધવન પાસેથી કેપ્ટનશીપ છીનવાતા ખુશ હશે આ ખેલાડી, જાણો કેમ હટાવાયો ગબ્બરને

Team India: ભારતીય ટીમ આ મહિને એશિયા કપથી પહેલા ઝિમ્બાબવે સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમશે. આ સીરિઝ માટે પહેલા જ્યારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે શિખર ધવનને ટીમનો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ સિલેક્ટર્સે ગુરુવારની રાતે ધવન પાસેથી કેપ્ટનશીપ છીનવી હાલમાં ફિટ થયેલા કેએલ રાહુલને સોંપવામાં આવી છે. એક ખેલાડી આ નિર્ણયથી ખુબ જ ખુશ હશે કેમ કે, તેને ધવનની કેપ્ટનશીમાં પહેલા તક મળી ન હતી.

ધવનના કેપ્ટનશીપ પરથી હવાથી ખુશ હશે આ ખેલાડી
શિખર ધવનને આ પહેલા વેસ્ટઇન્ડિઝ સામે વન-ડે સીરિઝ દરમિયાન કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે સમયે તેણે ત્રણ મેચમાં અર્શદીપ સિંહને એક પણ તક આપી ન હતી. ધવનને અર્શદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાનને તક આપવી વધારે યોગ્ય લાગી હતી. જ્યારે આ બંને ખેલાડી ફ્લોપ સાબિત થયા હતા. હવે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં અર્શદીપને તક મળી શકે છે કેમકે, આ બોલર પહેલા પણ રાહુલની કેપ્ટનશીપ હેઠળ આઇપીએલમાં ઘણી મેચ રમી ચૂક્યો છે. અર્શદીપ પંજાબ કિગ્સ માટે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમી ચૂક્યો છે.

આઇપીએલમાં દેખાડ્યુ શાનદાર પર્ફોમન્સ
અર્શદીપ સિંહ આઇપીએલ 2022 બાદ ચર્ચામાં આવ્યો હતો. આ સીઝનમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી અને જસપ્રીત બુમરાહથી પણ વધારે યોર્કર બોલ ફેંકી સિલેક્ટરોનું દિલ જીત્યું હતું. આઇપીએલ 2022 માં અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સનો ભાગ હતો. આ સીઝનમાં તેણે 7.70 ની ઇકોનોમી રેટથી રન ખર્ચ કર્યા હતા અને 10 વિકેટ પોતાના નામે કરી હતી.

ધવન પાસેથી છીનવી કેપ્ટનશીપ
ભારતીય ક્રિકેટ બોર્ડની તબીબી ટીમે કેએલ રાહુલને ફિટ જાહેર કર્યો છે. જે બાદ આ ઓપનિંગ બેટ્સમેનને ઝિમ્બાબ્વે સામે યોજાનાર ત્રણ મેચની વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે. શિખર ધવનને આ સીરિઝ માટે પહેલા કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. ધવન જેવા ખેલાડી માટે આ તદ્દન અન્યાયની વાત છે. આ સીરિઝ શરૂ થતા પહેલા ધવનની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી.

ઝિમ્બાબ્વે સામે ત્રણ વન્ટે મેચ માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહેર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news