કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ભાજપના નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, આ તો જમી આવ્યા
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતાં સોમવારે ડોર ટૂ ડોર પ્રચારનો કંઈક આ પ્રકારનો માહોલ હતો. બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ લોકોના ઘરે જઈને મતદાન કરવાની અપીલ કરીને સાથે સાથે પ્રચાર કર્યો તો બીજી તરફ અનુસૂચિત જાતિના અમૃતભાઈના ઘરે જઈને ભોજન લીધું.
Trending Photos
Loksabha Election 2024: ચૂંટણી સભાઓ, રેલીઓ અને લાઉડ સ્પીકર પ્રચાર બંધ થયા બાદ ઉમેદવારોએ અંતિમ ડોર ટુ ડોર પ્રચાર કરવાનો હતો. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારોએ જનતાને રિઝવવા માટે ખૂબ પરસેવો પાડ્યો. ક્યાંક નેતાઓ લોકોના ઘરે ભોજન લેતા જોવા મળ્યા તો ક્યાંક નેતાઓ મંદિર મંદિર કરતા જોવા મળ્યા.
- ક્યાંક અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન લેતા નેતા..
- ક્યાંક રામજી મંદિરના આશીર્વાદ લેતા નેતા..
- તો ક્યાંક દૂકાનદારોને રિઝવતા નેતા..
રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલા
લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતાં સોમવારે ડોર ટૂ ડોર પ્રચારનો કંઈક આ પ્રકારનો માહોલ હતો. બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ લોકોના ઘરે જઈને મતદાન કરવાની અપીલ કરીને સાથે સાથે પ્રચાર કર્યો તો બીજી તરફ અનુસૂચિત જાતિના અમૃતભાઈના ઘરે જઈને ભોજન લીધું. છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા માટે રેખાબેને કંઈક આ રીતે પ્રચાર કર્યો..
ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ડોર ટુ ડોર પ્રચાર, પાલનપુરમાં દલિત પરિવારના ઘરે લીધું ભોજન...#rekhabenchaudhry #bjp #ZEE24Kalak #loksabhaelection2024 pic.twitter.com/adWwsX8Al0
— Zee 24 Kalak (@Zee24Kalak) May 6, 2024
પ્રચાર પડઘમ શાંત થયા બાદ કોંગ્રેસના નેતાઓ ભગવાન રામના દર્શને પહોંચ્યા. અમદાવાદના શાહપુરમાં આવેલા 200 વર્ષ જૂના રામ મંદિરમાં કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના ઉમેદવારોએ પણ દર્શન કર્યા. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોને મતદાન કરવા માટે અપીલ પણ કરી.
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી. સી.આર. પાટજીલે કહ્યું કે, આળસના કારણે મતદાન ન કરીને લોકશાહીનું નુકસાન ન કરવું જોઈએ અને મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. આ બધા વચ્ચે વડોદરામાં ભાજપના ઉમદેવાર ડૉ. હેમાંગ જોશીએ આશ્ચર્યજનક દાવો કર્યો. હેમાંગ જોશીએ કહ્યું કે તેઓ મતદાનને લઈને નિશ્ચિત છે અને મતદારો સામેથી ફોન કરીને વધુ મતદાન કરવાની ખાતરી આપી રહ્યા છે.
અમરેલીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અમરેલી શહેરમાં જનસંપર્ક માટે નીકળ્યા હતા. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલીના વેપારીઓને મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર અને દીલીપ સંઘાણી બન્ને અચાનક જ રોડ પર મળી ગયા હતા. જેની ઠુંમરે દીલીપ સંઘાણીને પગે લાગીને આશિર્વાદ માગ્યા હતા. અમરેલીમાં ભાજપના નેતા પાસે કોંગ્રેસના ઉમેદવારે આશિર્વાદ લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને લઈને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે હકીકતનો ઉત્સાહ તો આવતી કાલે જ જાણવા મળશે જ્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે