Congress નો મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સિવિલમાં તબીબોની ભરતી કરો
રાજકોટમાં કોરોનાની (Rajkot) સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hosptial) ખસેડવામાં આવે છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે (Congress) આરોપ મૂક્યો છે
Trending Photos
- કોરોનાનું સંક્રમણ વચ્ચે તબીબોની ઘટ
- રાજકોટ સિવિલમાં 50 તબીબોની ભરતીની માંગ
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં કોરોનાની (Rajkot) સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hosptial) ખસેડવામાં આવે છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે (Congress) આરોપ મૂક્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani) પત્ર લખ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation) વોર્ડ નંબર 15ના કોંગ્રેસના (Congress) કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani) પત્ર લખી સિવિલ હોસ્પિટલની તબીબોની ખાલી જગ્યામાં ભરતી કરવાની માંગ કરી છે. જેમાં મહેકમ મુજબ 19 જગ્યા ડોકટરોની ખાલી છે. અલગ અલગ વિભાગમાં અંદાજિત 50 તબીબોની જગ્યા ખાલી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે.સાથે જ કોરોના બેડ 510 થી વધારવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો:-
તંત્ર બેદરકાર, ધ્યાન કોણ રાખશે?
વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hosptial) સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ દાખલ થાય છે. લોકોને પૂરતી સુવિધા મળતી નથી. તંત્રની બેદરકારીઓ દૂર કરવા મ્યુ. કમિશ્નર અથવા તો કલેકટર દિવસમાં બે વખત સિવિલ હોસ્પિટલની (Civil Hosptial) મુલાકાત લેશે તો સુધારો થશે. મેનેજમેન્ટ નો અભાવ હોવાને કારણે રેમડેસિવર ઇન્જેક્શન (Remdesivir Injection) પણ ખૂટી પડ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે