લોકસભા ચૂંટણી 2019: પરેશ ધાનાણીએ ગાયપ્રેમ દાખવ્યા બાદ કર્યું મતદાન
ગુજરાતના વોટર્સ માટે આજે જેટલો મહત્વનો દિવસ છે, એટલો જ મહત્વનો લોકસભાની બેઠક પર ઉભા રહેનારા ઉમેદવારો માટે છે. તેમના હાર-જીતના લેખાજોગા આજે મતદારો પોતાની એક આંગળીથી નક્કી કરશે. ત્યારે આજે ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ, મહાનુભાવો પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં વોટ આપ્યો હતો.
Trending Photos
કેતન બગડા/અમરેલી :ગુજરાતના વોટર્સ માટે આજે જેટલો મહત્વનો દિવસ છે, એટલો જ મહત્વનો લોકસભાની બેઠક પર ઉભા રહેનારા ઉમેદવારો માટે છે. તેમના હાર-જીતના લેખાજોગા આજે મતદારો પોતાની એક આંગળીથી નક્કી કરશે. ત્યારે આજે ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ, મહાનુભાવો પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં વોટ આપ્યો હતો.
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તારમાં વોટ આપ્યો હતો. સવારે પૂજા પાઠ કરીને ગાયમાતાને રોટલી ખવરાવીને તેઓ મતદાન કરવા નીકળ્યા હતા. આ પહેલા તેમણે તેમની માતાના આર્શીવાદ લીધા હતા, અને તેમની પત્નીએ તેમને જીતનો વિશ્વાસ અપાવ્યો હતો. વિપક્ષના નેતાએ બહાર પરા વિસ્તારની મંગળાબા સ્કૂલમાં મતદાન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રસના આ નેતા જે બેઠક પરથી લડી રહ્યા છે, તે ગઢ જીતવો ભાજપ માટે બહુ જ મુશ્કેલ છે. અમરેલીની ગલીએ ગલી જાણનારા પરેશ ધાનાણી અહીં ગ્રાઉન્ડ લેવલ પર લોકો સાથે જોડાયેલા છે. તેથી જ તેમને ગત વિધાનસભામાં જીત મળી હતી. લોકસભાની ચૂંટણીમાં પણ પરેશ ધાનાણીએ પ્રચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. તેઓ અમરેલીની ગલીઓમાં રાત્રિ સભાઓ કરતા જોવા મળ્યા હતા, તો ક્યાંક ગરમીમાં દ્રાક્ષ ખરીદતા પણ જોવા મળ્યા હતા. ત્યારે ભાજપ માટે આ ગઢ પર જીત મેળવવી અઘરી છે. તેથી જ પીએમ મોદીએ તેમની સભાઓમાં સૌરાષ્ટ્ર પર વધુ ફોકસ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે