ત્રીજા તબક્કામાં મતદાન: ભાજપના 84 ટકા, તો કોંગ્રેસના 82 ટકા ઉમેદવાર છે કરોડપતિ

23 એપ્રિલના 17મી લોકસભા ચૂંટણી માટે 15 રાજ્યોની 117 બેઠકો પર વોટિંગ થઇ રરહ્યું છે. આ તબક્કામાં કુલલ 1640 ઉમેદવારો પોતાનું ભાગ્ય આજમાવી રહ્યાં છે.

ત્રીજા તબક્કામાં મતદાન: ભાજપના 84 ટકા, તો કોંગ્રેસના 82 ટકા ઉમેદવાર છે કરોડપતિ

નવી દિલ્હી: 23 એપ્રિલના 17મી લોકસભા ચૂંટણી માટે 15 રાજ્યોની 117 બેઠકો પર વોટિંગ થઇ રરહ્યું છે. આ તબક્કામાં કુલલ 1640 ઉમેદવારો પોતાનું ભાગ્ય આજમાવી રહ્યાં છે. ચૂંટણી સુધાર માટે કામ કરનારી સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યા છે કે, આ તબક્કામાં લગભગ 25 ટકા એટલેક 396 ઉમેદવારો કરોડ પતી છે. ત્યારે 11 ઉમેદવાર એવા છે. જેમની પાસે કોઇ પ્રોપર્ટી નથી.

ભાજપ સૌથી આગળ
કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપવાના મામલે ભાજપ સૌથી આગળ છે. ભાજપે આ તબક્કામાં 97 બેઠક પર તેમના ઉમેદવાર ઉતાર્યા છે. એડીઆરના રિપોર્ટ અનુસાર ભાજપને 97માંથી 81 ઉમેદવાર કરોડપતિ છે.

કોંગ્રેસ પણ નથી પાછળ
કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપવા મામલે કોંગ્રેસ પણ ભાજપથી વધારે પાછળ નથી. કોંગ્રેસના 91માંથી 75 ઉમેદવારો કરોડપતિ છે, જેમની કુલ સંખ્યાના 82 ટકા છે.

બીએસપીના માત્ર 12 ઉમેદવાર કરોડપતિ
કરોડપતિ ઉમેદવારના મામલે બીએસપી, કોંગ્રેસ અને ભાજપથી ઘણી પાછળ છે. બીએસપીએ આ તબક્કામાં 92 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ બીએસપી માત્ર 12 ઉમેદવાર જ કરોડપતી છે.

આ તબક્કામાં સીપીએમના 20 ઉમેદવારો મેદાનમાં છે. સીપીએમના લગભગ 55 ટકા એટલે કે, 20માંથી 11 ઉમેદવારો કરોડપતિ છે. ત્યારે શિવસેનાના 22માંથી 9 ઉમેદવારો કરોડપતિ છે. સમાજવાદી પાર્ટીએ પણ કરોડપતિ ઉમેદવારો પર દાવ રમ્યો છે. એસપીના 10માંછી 9 ઉમેદવારો કરોડપતી છે. એનસીપી આ ચરણમાં 10 બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે. ત્યારે એનસીપીના 10માંથી 7 ઉમેદવાર કરોડપતિ છે. આ તબક્કામાં 12 ટકા એટલેક 183 ઉમેદવારો એવા છે જેમણે તેમની PAN ડિટેલ્સને ચૂંટણી સોગંદનામામાં શેર કરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news