16 વર્ષની સગીરાને વેચીને બાળ લગ્ન કરાવવાના મુદ્દે પિતા-પતિ-દલાલ સામે ગુનો નોંધાયો

દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન (Child Marriage) નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા (Banaskantha) જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના બાળ સુરક્ષા અધિકારી (CWC) દ્વારા પોલીસ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામા લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હીન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 
16 વર્ષની સગીરાને વેચીને બાળ લગ્ન કરાવવાના મુદ્દે પિતા-પતિ-દલાલ સામે ગુનો નોંધાયો

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન (Child Marriage) નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા (Banaskantha) જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના બાળ સુરક્ષા અધિકારી (CWC) દ્વારા પોલીસ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામા લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હીન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 

ફટાકડા ફોડવા પર સુરત પોલીસનું જાહેરનામુ, આ સમયમાં જ ફોડી શકાશે ફટાકડા

હડાદ પોલીસ દ્વારા આ ફરિયાદ દાખલ થયા બાદ સગીરાના પિતા બચુભાઈ ગમાર, દલાલ સ્વરૂપે મદદગાર બનનાર જગમાલ બાબુ તથા સગીરાને પરણીને લઈ જનાર પુખ્તવયનો યુવાન આ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેવું હડાદના પોલીસ સબ ઈન્સ્પેક્ટર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું. 

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ગામે માત્ર 16 વર્ષની કિશોરીને રૂપિયાના બદલામાં લગ્ન કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયોને પગલે પંથકમાં ચકચારી મચી ગઇ હતી. કિશોરીને અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારમાં પરણાવી દેવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ મહિલા ક્રાઇમે કિશોરીને રેસ્ક્યુ કરવા માટે ચમનપુરા ગયા હતા. પરંતુ ત્યાં કિશોરીની સાસુ મળી આવી હતી. ‘કિશોરી ક્યાં છે’ તેવું પૂછતા તેણે જણાવ્યુ હતું કે, તે હાલ કુબેરનગર તેની નણંદના ત્યાં રહે છે. તેથી મહિલા ક્રાઈમની ટીમ કુબેર નગર પહોંચીને કિશોરીનું રેસ્ક્યૂ કર્યું હતું અને તેને CWCને સોંપી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news