HDFC બેંકે પાસબુક પર લખ્યું, એકાઉન્ટમાં એક લાખથી વધુ હોય તો જવાબદારી નહી

બેંકના ખાતાધારકોની પાસબુક પર ડિસક્લેમરના રૂપમાં લખ્યું છે કે ખાતાધારકો દ્વારા જમા કરવામાં આવેલી રકમ ડીઆઇસીજીસીની પાસ વીમાકૃત છે. એવામાં જો બેંકનું લિક્વિડેશન થાય છે તો ડીઆઇસીજીસી એકાઉન્ટ હોલ્ડરને પૈસા આપવા માટે જવાબદાર છે.

HDFC બેંકે પાસબુક પર લખ્યું, એકાઉન્ટમાં એક લાખથી વધુ હોય તો જવાબદારી નહી

નવી દિલ્હી: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC Bank) માં થયેલા 4500 કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો સામે આવ્યા બાદ બેંકના બે એકાઉન્ટ હોલ્ડરનું મોત નિપજ્યું છે. ત્યારબાદ હવે પ્રાઇવેટ બેંક પણ સાવધાન થઇ ગઇ છે. બેંકોએ ગ્રાહકોની પાસબુક પર આ અંગે જાણકારી છાપવાનું શરૂ કરી દીધું છે. 

એચડીએફસીએ શરૂ કર્યો આ નિયમ
બેંકોની માફક ખાતાધારકોની પાસબુક પર ડીઆઇસીજીસીના નિયમનો હવાલો આપીને એકાઉન્ટમાં એક લાખથી વધુની રકમની જવાબદારી લેવાની મનાઇ કરી દીધી છે. આ નિયમ વિશે ગ્રાહકોને જાણકારી આપવાની શરૂઆત એચડીએફસી બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે. 

ડીઆઇસીજીસી પૈસા આપવા માટે જવાબદાર
બેંકના ખાતાધારકોની પાસબુક પર ડિસક્લેમરના રૂપમાં લખ્યું છે કે ખાતાધારકો દ્વારા જમા કરવામાં આવેલી રકમ ડીઆઇસીજીસીની પાસ વીમાકૃત છે. એવામાં જો બેંકનું લિક્વિડેશન થાય છે તો ડીઆઇસીજીસી એકાઉન્ટ હોલ્ડરને પૈસા આપવા માટે જવાબદાર છે. એકાઉન્ટ હોલ્ડરના 1 લાખ રૂપિયા સુધી બેંક જવાબદાર છે. 

પીએમસી બેંકના ગ્રાહક પરેશાન
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં ઘોટાડો સામે આવ્યા બાદ ખાતાધારક પૈસા માટે પરેશાન છે. એક સમય તો બેંકના ખાતાધારકોને બેંક પાસેથી એક હજારથી વધુની રકમ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે પછી આ રકમને 40 હજાર રૂપિયા સુધી વધારી દીધી છે પરંતુ ઘોટાડા બાદ હજારો ખાતાધારકોના પૈસા ફસાયેલા છે.  

एचडीएफसी बैंक, hdfc bank, pmc bank, PMC Bank scam

શું છે ડીઆઇસીજીસી
તમને જણાવી દઇએ કે ડીઆઇસીજીસી (ડિપોઝિટ ઇંશ્યોરેન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન) રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની સંસ્થા છે અને દેશના બધા કોમર્શિયલ બેંક અને કો-ઓપરેટિવ બેંકોમાં જમા થનાર પૈસાના ડીઆઇસીજીસીના પાસ વીમા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news