Tiranga Yatra In Ahmedabad: સ્વતંત્રતા દિવસ પર એકતા સંદેશ, 2375 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળી તિરંગા યાત્રા

Tiranga Yatra In Ahmedabad: સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રીય પર્વમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો આવા કાર્યક્રમમાં જોડાઈ એકતાનો સંદેશો આપતા હોય છે. ત્યારે આ તિરંગા મહા રેલીમાં તમામ ધર્મ સંપ્રદાયના લોકો જોડાયા હતા.

Tiranga Yatra In Ahmedabad: સ્વતંત્રતા દિવસ પર એકતા સંદેશ, 2375 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળી તિરંગા યાત્રા

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા આઝાદીની ઉજવણી અંતર્ગત મહા તિરંગા રેલી નીકળવામાં આવી હતી. સરખેજથી લઈ જુહાપુરા સુધી લાબી યાત્રામાં મદરેશાના બાળકો, સ્કૂલના બાળકો સહિત 2 હજારથી વધુ લોકો આ મહા તિરંગા યાત્રામાં જોડાયા હતાં.

સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રીય પર્વમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો આવા કાર્યક્રમમાં જોડાઈ એકતાનો સંદેશો આપતા હોય છે. ત્યારે આ તિરંગા મહા રેલીમાં તમામ ધર્મ સંપ્રદાયના લોકો જોડાયા હતા. અમદાવાદમાં પ્રથમ વખત આ વિસ્તારમાંથી સૌથી મોટો 2375 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથેની મહા તિરંગા યાત્રા નીકળી હતી.

આ યાત્રામાં હિન્દૂ સંતો, મુસ્લિમ મૌલાના અને પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. સાથો સાથ આસપાસની સ્કૂલના 2000 થી વધુ બાળકો રસ્તા પર  રાષ્ટ્ર ધ્વજ લઈ નીકળી કોમી એકતા અને રાષ્ટ્ર વિકાસનો સંદેશ આપતા નજરે પડયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news