IPL 2023: તો આઈપીએલની નવી સીઝન પહેલા થઈ જશે જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સના છુટાછેડા!
IPL 2023: પૂર્વ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું એકબીજાથી અલગ થવું નક્કી છે. બંને વચ્ચે આઈપીએલ 2022ની સીઝન પૂરી થયા બાદ કોઈ સંપર્ક થયો નથી. જાડેજા છેલ્લા 10 વર્ષથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલા મતભેદોનો હજુ અંત આવ્યો નથી. જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સ સાથે કોઈ પ્રકારના સંપર્કમાં નથી. ચાર વખતની ચેમ્પિયન સીએસકેની ટીમ પોતાના ખેલાડીઓને એક પરિવારની જેમ માને છે. ટીમ દરેક ખેલાડીઓના સપોર્ટમાં રહે છે પરંતુ સીઝન-15માં આંતરિક મતભેદને કારણે હવે જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સથી અલગ થવાનું મન બનાવી ચુક્યો છે. વિદેશી પ્રવાસથી પરત આવ્યા બાદ જાડેજા રિહેબ માટે એનસીએમાં ગયો હતો પરંતુ આ દરમિયાન તેણે સીએસકે સાથે કોઈ પ્રકારનો સંપર્ક કર્યો નથી.
નોંધનીય છે કે જાડેજાને આઈપીએલની 15મી સીઝનની શરૂઆતમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની આગેવાનીમાં ટીમે સતત હારનો સામનો કર્યો અને જડ્ડુએ અધવચ્ચે ટીમની કમાન છોડી દીધી. માનવામાં આવી રહ્યું છે કે જાડેજા નેશનલ ટીમના કેપ્ટનોની દાવેદારોમાંથી એક છે. સીઝન વચ્ચે કેપ્ટનશિપ છીનવી લેવાથી જાડેજા નારાજ છે. આ કારણ છે કે તેણે ફ્રેન્ચાઇઝી સાથે સંબંધ તોડવાનું મન બનાવી લીધુ છે.
આઈપીએલ 2022મા કમાન છોડ્યા બાદ જાડેજાએ ટીમ હોટલનો પણ સાથ છોડી દીધો હતો. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી પોતાના મતભેદો ઉકેલી શકી નહીં. ત્યાં સુધી કે જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પર તે તમામ પોસ્ટ હટાવી દીધી જે ચેન્નઈ સાથે જોડાયેલી હતી. તો ચેન્નઈએ પાછલા મહિને એક વીડિયો શેર કર્યો હતો જેમાં ટીમના તમામ ખેલાડી એમએસ ધોનીને જન્મદિવસની શુભેચ્છા આપતા જોવા મળી હ્યાં હતા. આ વીડિયોમાં પણ જાડેજા ગાયબ હતો.
ચેન્નઈમાંથી થશે જાડેજાની વિદાય
સીઝન-15મા જાડેજાએ કમાન છોડ્યા બાદ ફરી ધોનીએ ટીમને સંભાળી હતી. ચેન્નઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. તો ધોનીએ કહ્યું હતું કે તે 2023ની સીઝનમાં પણ રમશે. તેવામાં પૂરી સંભાવના છે કે ધોની ટીમની આગેવાની કરશે. એટલે કે જાડેજાની ટીમમાં વાપસી કરવાની સંભાવના ઓછી છે.
તેવામાં તે સ્પષ્ટ સંકેત છે કે જાડેજા ટીમથી બહાર થવા માટે તૈયાર છે. આ રીતે તે કોઈ અન્ય ટીમ સાથે જોડાઈ શકે છે અથવા સીએસકે મેનેજમેન્ટ સાથે વાતચીત કરી મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે