ગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચી
Stone Pelting At Ganpati Festival : સંસ્કારીનગર વડોદરામાં ફરી કોમી અથડામણ, ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો, ગણેશજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો, શ્રીજીની યાત્રા મધુનગર રોડ પર પહોંચતા મથ્થરમારો થયો, DJના તાલ સાથે વાજતે ગાજતે જઈ રહી હતી શ્રીજીની યાત્રા, શ્રીજીની યાત્રા પર પથ્થરમારો થતાં નાસભાગ મચી
Trending Photos
Vadodara News વડોદરા : ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો છે, ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ છે.
સંસ્કારીનગર વડોદરામાં ફરી કોમી અથડામણ; ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો#Gujarat #BreakingNews #News #Vadodara pic.twitter.com/5ArTdXKfBM
— Zee 24 Kalak (@Zee24Kalak) August 24, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાતના રોજ વડોદરાના ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ સમયે કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી. જૂથ અથડામણમાં અનેક વાહનો તોડવામાં આવ્યા હતા. જેના બાદથી સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.
- બંને જૂથ સામસામે આવી જતાં સ્થિતિ વણસી
- બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો
- જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ
- પોલીસની હાજરીમાં જ પથ્થરમારાની ઘટના બની
- પોલીસે મહામહેમતે સ્થિતિ પર કાબી મેળવ્યો
- હાલ ગોરવા વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ
જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે