Collector એ સ્થળ પરથી જ સિવિલમાં ફોન કર્યો અને ગણતરીના કલાકમાં જ લક્ષ્મણભાઈ માટે થઇ ગઇ વ્યવસ્થા
કલેકટર સંદિપ સાગલે (Sandip Sangle) એ તરત જ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ અહી આવીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની પરંપરા છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નવતર અભિગમના ભાગરૂપે અમદાવાદ (Ahmedabad) જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શહેરના બે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નરોડામાંના સંજયનગર વિસ્તારમાં રહેતા ૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ (Laxmanbhai Chauhan) ના પરિવારમા બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. તેઓએ આઝાદીની લડતમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ભારતને મળેલ આઝાદીમાં તેમનું યોગદાન અમૂલ્ય છે.
અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે (Sandip Sangle) એ જ્યારે તેમના ઘરની મુલાકાત લઈને તેમનું સન્માન કર્યુ ત્યારે પરિવારજનોએ વાચીતમાં જણાવ્યું કે નાદુરસ્ત તબિયતાના કારણે હવે તેમને સાંભળવાની ખુબ મોટી તકલીફ થઈ છે અને જો તેમને સાંભળવાનું મશીન એટલે કે હિયરિંગ એઈડ કાનમાં બેસાડવામાં આવે તો તેમની તકલીફ દૂર થઈ શકે તેમ છે.
આ વાત સાંભળીને કલેકટર સંદિપ સાગલે (Sandip Sangle) એ તરત જ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ અહી આવીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર સંદિપ સાગલે (Sandip Sangle) ના ફોન બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલ (Civil) ના તબીબો દ્વારા લક્ષ્મણભાઈ ચૌહાણના ઘેર જઈને ડિજિટલ હિયરિંગ એઇડ મશીન તેમના કાનમાં ફીટ કરવામાં આવ્યું. માત્ર એક ફોનથી જ આટલી ઝડપી સારવાર મળતા લક્ષ્મણભાઈ અને તેમનો પરિવાર ખુબ જ ખુશ થયા અને જિલ્લા કલેકટરનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો. આવો સંવેદનાસભર અભિગમ જ વહીવટી તંત્રની શાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે