CM રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટને કેન્દ્રીય રેલવે મંત્રીનો સંપૂર્ણ સહયોગ, અમદાવાદ- સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધતા ટ્રાન્સપોર્ટેશનને મળશે વેગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Vijay Rupani) ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં (Ahmedabad-Rajkot Semi High Speed Rail Project) કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે

CM રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટને કેન્દ્રીય રેલવે મંત્રીનો સંપૂર્ણ સહયોગ, અમદાવાદ- સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધતા ટ્રાન્સપોર્ટેશનને મળશે વેગ

હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Vijay Rupani) ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં (Ahmedabad-Rajkot Semi High Speed Rail Project) કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ (Union Railway Minister) ફળદાયી બેઠક યોજી હતી.

શુક્રવારે ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station) તેમજ અન્ય રેલવે પ્રોજેક્ટના પ્રધાનમંત્રીના (PM Modi) હસ્તે થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણમાં ગાંધીનગરથી પ્રત્યક્ષ સહભાગી થવા રેલવે મંત્રી (Union Railway Minister) ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી (CM Vijay Rupani) સાથે બેઠક યોજી હતી. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ (Ahmedabad-Rajkot Semi High Speed Rail Project) અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને (Transportation) વેગ આપનારી બનશે.

અમદાવાદ-રાજકોટ (Ahmedabad-Rajkot) વચ્ચેનું 225 કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની (High Speed Rail) 220 કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ થશે. આ પ્રોજેક્ટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને (Ministry of Railways) મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે. આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે.

મુખ્યમંત્રીએ ફાટક મુક્ત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે અને રાજ્યના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેક્ટનો મુળ હેતુ છે. વિજય રૂપાણીએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુક્ત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યો હતો.

રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી અને મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news