Corona: CM વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ કોરોના રસી લીધી

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના પત્ની અંજલીબેન રૂપાણી (Anjali Rupani) એ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી. 

Corona: CM વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ કોરોના રસી લીધી

ગાંધીનગર: કોરોના (Corona Virus) ની રસીના ત્રીજા તબક્કાની આજથી શરૂઆત થઈ ગઈ છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકોને કોરોના રસી અપાઈ રહી છે. આજે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. આ બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના પત્ની અંજલીબેન રૂપાણી (Anjali Rupani) એ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને જ્યોતિનાબેન કામદાર સહિત આખા પરિવારે કોરોનાની રસી લીધી. ગાંધીનગરના ભાટની એપોલો હોસ્પિટલમાં રસી લઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું. 

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે ત્રીજા તબક્કામાં વેક્સીન લીધી. સમગ્ર રાજ્યની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે 30 હજાર જેટલા માનવબળની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. 

આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ રસીપુર્ણ રીતે સુરક્ષીત છે. તેમજ તેની કોઇ આડઅસર નથી. 60 વર્ષથી વધારે વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ જરૂર અને સમયસર લે. પોતાની જાતને કોરોનાથી સુરક્ષીત બનાવવા માટે અપીલ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news