Railway Update: અનલોક બાદ આજથી મેમુ ટ્રેનની શરૂઆત, જાણો લેટેસ્ટ માહિતી
કોરોના (Corona Virus) ના કારણે લોકડાઉનમાં મોટાભાગની સેવાઓ બંધ કરી દેવાઈ હતી. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ હતી. ત્યારબાદ અનલોક ફેઝ ચાલુ થયો અને તે અંતર્ગત હવે આજથી મેમુ ટ્રેન (Memu Train) ની શરૂઆત થઈ રહી છે.
Trending Photos
અમિત રાજપૂત, અમદાવાદ: કોરોના (Corona Virus) ના કારણે લોકડાઉનમાં મોટાભાગની સેવાઓ બંધ કરી દેવાઈ હતી. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ હતી. ત્યારબાદ અનલોક ફેઝ ચાલુ થયો અને તે અંતર્ગત હવે આજથી મેમુ ટ્રેન (Memu Train) ની શરૂઆત થઈ રહી છે.
જાણો કઈ કઈ ટ્રેનો શરૂ...
- સાબરમતી-પાટણ અને અસારવા હિંમતનગર વચ્ચેની મેમુ ટ્રેનની શરૂઆત.
- વડોદરા-જામનગર વચ્ચે વિશેષ ટ્રેન આજથી શરૂ થશે.
આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે અપડાઉન કરતા મુસાફરોને ટિકિટ ઉપરાંત વધુ 15 રૂપિયા વધુ રિઝર્વેશન ચાર્જ તરીકે ચૂકવવા પડશે. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા, મહેસાણા હિંમતનગર, સાબરમતી-મહેસાણા, મહેસાણા આબુરોડ વચ્ચેની મેમુ ટ્રેન (Memu Train) આવતીકાલથી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે