કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.
 

કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ

ગાંધીનગરઃ જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ (Historian Ramchandra Guha) ગુજરાતને (Gujarat) લઈને એક વિવાદાસ્પદ નિવેદન (Controversial statement) આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે. તેમણે એક જૂના પુસ્તકનો સંદર્ભ લઈને આ વાત કરી હતી. હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Chief Minister Vijay Rupani) તેમને સણસણતો જવાબ આપ્યો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.

Indians won’t fall for such tricks.

Gujarat is great, Bengal is great...India is united.

Our cultural foundations are strong, our economic aspirations are high. https://t.co/9mCuqCt7d1

— Vijay Rupani (@vijayrupanibjp) June 11, 2020

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફિલીપ સ્પ્રાટના લેખનને ટાંકી ટ્વીટ કરી હતી કે, "ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરૂધ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે"

ગુહાએ ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી આ અવતરણ ટાંક્યું હતું, સ્પ્રાટ બ્રિટિશ લેખક અને બુધ્ધિજીવી હતો. સ્પ્રાટ પોતાની સામ્યવાદી વિચારધારા માટે જાણીતો છે.

ગુહાના આ ટ્વિટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી કહ્યુ કે, અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી.  હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે,  ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news