કોરોનાની ખરાબ સ્થિતિમાં પહોંચી વળવા ગુજરાત સરકારની તૈયારી છે : વિજય રૂપાણી
ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 કેસ સામે આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની પુષ્ટિ કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, ગાઁધીનગરમાં સામે આવેલા 13 પોઝીટિવ દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યાં છે. આ તમામ કેસોમાં 12 કેસ વિદેશથી આવેલા છે. એક વ્યક્તિ આંતરિક સંપર્કથી આવ્યો છે. દિલ્હી-જયુપર થઈને સુરતના આ વેપારી ગુજરાત આવ્યા છે. આમ, ગુજરાતમાં માત્ર 12 કેસ બહારથી આવ્યા છે, માત્ર એક જ કેસ આંતરિક સંપર્કથી બન્યો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 કેસ સામે આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની પુષ્ટિ કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, ગાઁધીનગરમાં સામે આવેલા 13 પોઝીટિવ દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યાં છે. આ તમામ કેસોમાં 12 કેસ વિદેશથી આવેલા છે. એક વ્યક્તિ આંતરિક સંપર્કથી આવ્યો છે. દિલ્હી-જયુપર થઈને સુરતના આ વેપારી ગુજરાત આવ્યા છે. આમ, ગુજરાતમાં માત્ર 12 કેસ બહારથી આવ્યા છે, માત્ર એક જ કેસ આંતરિક સંપર્કથી બન્યો છે.
ખરાબ સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપતા કહ્યું કે, આંતરિક સંપર્કથી આ રોગચાળો હજી ફેલાયો નથી. બહારથી આવેલા તમામ કેસ છે. જે રીતે દુનિયામાં કોરોનાનું અતિક્રમણ થઈ રહ્યું છે, તેને ટાળવી જોઈએ. ખરાબમાં ખરાબ સ્થિતિમાં પગલા લઈ વધુ લોકોને તેમાંથી બહાર કાઢવા તે દ્રષ્ટિથી સરકારે આયોજન કર્યું છે. ખરાબ સ્થિતિમાં પહોંચી વળવાની તૈયારી સરકારે કરી છે. પોઝીટિવ કેસ આવે તો તેના ટ્રીટમેન્ટની શરૂઆત સરકારે બીજા તબક્કામાં શરૂ કરી છે. જો કોઈ વિદેશથી આવ્યું હોય તો ઘરની બહાર ન નીકળે અને ઘરમાં જ રહે. 14 દિવસ કોરેન્ટાઈન રહે. કોરેન્ટાઈનમાં રહેલી એક વ્યક્તિ ભાગી ગઈ હતી, તેથી અમે પોલીસ કાર્યવાહી કરીને કેસ કર્યો છે. પકડીને પાછા લાવ્યા છે. સરકાર આ મામલાને ગંભીરતાથી જુએ છે. વિદેશથી આવેલા લોકો સાથસહકાર આપે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, વાયરસ અલગ અલગ લોકોના સંપર્કને કારણે વ્યાપક પ્રમાણમાં જવાની શક્યતા છે. ગભરાવાની આવશ્યકતા નથી, કોરોના વાયરસથી મૃત્યુનું પ્રમાણ 2 ટકાથી પણ નીચું છે. જેઓની પ્રતિકારક શક્તિ ઓછી, અથવા ડાયાબિટીસ, બીપી કે હૃદય રોગથી પીડાય છે, અને પછી કોરોના વાયરસ મિક્સ થાય તો તેવના મુશ્કેલી પડી શકે છે.
અમે બે લેબોરેટરીમાં વધારો કરીને ત્રણ કરી છે. સરકારે નિર્ણય કર્યો કે, પોઝીટિવ કેસો વધે તો તેના માટે ચાર શહેરોમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં આઈસોલેટ હોસ્પિટલ ઉભી કરવામાં આવનાર છે. વધુ ચાર આઈએએસ અધિકારીઓને તેની જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ-ગાંધીનગરમાં પંકજ કુમાર, રાજકોટમાં રાહુલ ગુપ્તાને, વડોદરામાં વિનોદ રાવને અને સુરતમાં એમએસ પટેલને જવાબદારી સોંપી છે. ચાર શહેરોમાં ઈન્ફેક્શન કન્ટ્રોલ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે, જલ્દી જ આ હોસ્પિટલ ઉભી કરાશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે 1200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટેનો સ્ટાફ મુકવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે