કોરોના: કનિકા કપૂરના સંપર્કમાં આવેલા UPના સ્વાસ્થ્ય મંત્રી સહિત અનેક લોકોના આવ્યાં રિપોર્ટ
બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવતા હાહાકાર મચ્યો છે. તે જે કાર્યક્રમમાં હાજર રહી હતી ત્યાં ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ પણ હાજર રહ્યાં હતા.
Trending Photos
લખનઉ: બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવતા હાહાકાર મચ્યો છે. તે જે કાર્યક્રમમાં હાજર રહી હતી ત્યાં ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ પણ હાજર રહ્યાં હતા. કનિકાના રિપોર્ટ બાદ જય પ્રતાપ સિંહે પોતાની જાતને આઈસોલેટ કરી લીધી હતી. જયપ્રતાપ સિંહનો રિપોર્ટ પણ આજે આવી ગયો. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ડોક્ટર નરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે મંત્રી સહિત 30 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તમામના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. મંત્રીજી ઉપરાંત રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરારાજે સિંધિયા, સાંસદ દુષ્યંત સિંહ, કોંગ્રેસના નેતા જિતિનપ્રસાદ, યુપીના અનેક બ્યુરોક્રેટ અને મંત્રી પણ સામેલ હતાં.
કેજીએમયુના પ્રવક્તા ડો. સુધીર સિંહે જણાવ્યું કે કુલ 45 સેમ્પલ કેજીએમયુ લેબમાં ચેક કરવા માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાંથી 28 સેમ્પલ્સ કનિકા કપૂરના કોન્ટેક્ટવાળાના હતાં. બાકીના અન્ય 17 બહારના લોકોના હતાં. આ સેમ્પલ્સમાં લખનઉ, આગ્રા, ફિરોઝાબાદ, અયોધ્યા અને શાહજહાપુરના હતાં.
અત્રે જણાવવાનું કે સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહ અને તેમના પત્ની બંને આઈસોલેશનમાં છે. સાથે જ તેમણે પરિવારના અન્ય લોકો અને હાઉસ હેલ્પના નમૂના પણ લેબોરેટરીમાં મોકલ્યાં.
જુઓ LIVE TV
લખનઉમાં કોરોનાવાયરસનો પ્રકોપ જોતા પ્રશાસન સતર્ક છે. નગર નિગમની ટીમ દ્વારા લખનઉને સેનેટાઈઝ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હજરતગંજમાં જિલ્લાધિકારી અને નગર આયુક્તની નિગરાણીમાં સેનેટાઈઝ કરવાનું કાર્ય થઈ રહ્યું છે. આ બાજુ જયપ્રતાપ સિંહ આઈસોલેશનમાં જતા યુપીના ધારાસભ્ય પંકજ સિંહ, ધીરેન્દ્રસિંહ અને તેજપાલ નાગરે પણ પોતાને આઈસોલેટ કર્યાં. સીએમ યોગીએ શનિવારે પ્રદેશના તમામ કેબિનેટ મંત્રીઓને જનતા દરબારમાં નહીં જવાના અને પોતાને આઈસોલેશનમાં રાખવાના નિર્દેશ આપ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે