મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છઠ્ઠ પૂજા, નવા ઘાટનું કર્યું લોકાર્પણ

સરકાર દ્વારા 11 કરોડના ખર્ચે છઠ્ઠની પૂજા કરવા માટે વિશેષ ઘાટ બનાવવામાં આવ્યો છે. 

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છઠ્ઠ પૂજા, નવા ઘાટનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ આજે છઠ્ઠનું પર્વ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આ છઠ્ઠના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સાબરમતી નદીના કિનારે છઠ્ઠ પૂજા માટે સરકારે 11 કરોડના ખર્ચે વિશેષ બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો છઠ્ઠની પૂજા કરવા માટે પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ છઠ્ઠની આરતી કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદના મેયર બિજલ પટેલ પણ જોડાયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news