ગીરસોમનાથઃ પ્રાચીમાં આવેલા માધવરાય મંદિરના મહંત પર પરિણીતાએ લગાવ્યો બળાત્કારનો આરોપ

બળાત્કાર ગુજાર્યા બાદ મહંતે પીડિતાના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

ગીરસોમનાથઃ પ્રાચીમાં આવેલા માધવરાય મંદિરના મહંત પર પરિણીતાએ લગાવ્યો બળાત્કારનો આરોપ

ગીરસોમનાથઃ સાધુના વેશમાં શેતાનનો વધુ એક કિસ્સો ગીર સોમનાથમાં સામે આવ્યો છે. પ્રખ્યાત પ્રાચી તીર્થમાં આવેલા માધવરાયના મહંત સામે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરવામાં આવી છે. એક પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે. પરિણીતાએ કરેલી ફરિયાદ મુજબ મહંતે લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ તેણે તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધેલા પરંતુ આરોપી મહંતે લગ્ન કરવાને બદલે બળાત્કાર ગુજારી લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પીડિતાએ ફરી તેના પૂર્વ પતિનો સંપર્ક સાધ્યો અને ઘટનાના પાંચ મહિના બાદ સહુએ મળીને પોલીસ ફરિયાદ કરી હતી. તો ફરિયાદના 10 દિવસ સુધી તો પોલીસ મહંતને શોધી ન શકી. આખરે સંકટ વધતું દેખાતા આરોપી મહંત સામેથી પોલીસ મથકમાં હાજર થતા પોલીસે તેની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે આરોપી મહંત રાજકીય વગ ધરાવતો હોવાનો અને તેને કારણે પોલીસ કાર્યવાહીમાં ઢીલાશ રાખી રહી હોવાનો પણ પીડિતાનો આક્ષેપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news