CMને વડોદરાથી સીધા હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા ખાતે સારવાર માટે લવાયા, જાણો પળેપળના અપડેટ

શહેરમાં ખાતે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. જો કે અચાનક તેઓ ભાષણ દરમિયાન જ ઢલી પડ્યાં હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત લથડવાના કારણે તેઓ એક તબક્કે લથડ્યાં હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે આવી જઇને તેમને ઝીલી લીધા હતા. ગાર્ડને પહેલાથી જ કંઇક અજુગતુ થઇ રહ્યું હોવાનો ક્યાસ લાગી ગયો હોય તેમ તે પહેલાથી જ તેમની પાછળ આવી ગયો હતો. 

CMને વડોદરાથી સીધા હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા ખાતે સારવાર માટે લવાયા, જાણો પળેપળના અપડેટ

વડોદરા : મુખ્યમંત્રીના સ્વાસ્થય અંગે યુએન મહેતા હોસ્પિટલમાં મુખ્યમંત્રીની સારવાર કરી રહેલા ડોક્ટર્સ દ્વારા માહિતી આપવામાં આવી કે, મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ છે. તેમને હાલ કોઇ પણ પ્રકારનો ખતરો નથી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ, સતત મુસાફરી અને આરામના અભાવના કારણે બીપી લો તઇ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધિ રહ્યા હતા. જેના કારણે તેઓને પુરતો આરામ મળ્યો નહોતો. જો કે હાલ મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ આવવા છતા પણ તેમને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશમાં રાખવામાં આવશે. જો કે પ્રાથમિક તબક્કે તો થાક અને ડિહાઇડ્રેશનનાં કારણે તેમને ચક્કર આવ્યા હોવાનું અનુમાન છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીને એરપોર્ટથી રૂપાણી અમદાવાદ આવ્યા હતા. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. કાફલામાં બે એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. તેમની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથીયુ.એન મહેતા હોસ્પિટલ સાથે જવા માટે રવાના થયા હતા. મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમની સંપુર્ણ બોડી ચેકઅપ કરવામાં આવશે. એરપોર્ટથી નિકળ્યા બાદ હાથ બતાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની સારવાર માટે ડોક્ટર્સની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જ્યારે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પણ હોસ્પિટલમાં હાજર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘટના અંગે માહિતી મળતા જ તેમણે ટેલિફોનિત રીતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમના સ્વાસ્થય અંગે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપુર્ણ સ્વાસ્થયની ચકાસણી કરાવવા અને વધારે કાળજી લેવા માટે યોગ્ય આરામની સલાહ આપી હતી. શહેરમાં ખાતે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. જો કે અચાનક તેઓ ભાષણ દરમિયાન જ ઢલી પડ્યાં હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત લથડવાના કારણે તેઓ એક તબક્કે લથડ્યાં હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે આવી જઇને તેમને ઝીલી લીધા હતા. ગાર્ડને પહેલાથી જ કંઇક અજુગતુ થઇ રહ્યું હોવાનો ક્યાસ લાગી ગયો હોય તેમ તે પહેલાથી જ તેમની પાછળ આવી ગયો હતો. 

જો કે તે મુખ્યમંત્રીને પકડી શકે તે પહેલા જ મુખ્યમંત્રી ઢળી પડતા સિક્યુરિટી જવાન તેમને પકડી શક્યો નહોતો પરંતુ નીચે પટકાવા પણ દીધા નહોતા. હળવેથી તેમને નીચે સુવડાવીને પ્રાથમિક સારવાર આપી હતી. તેમને સીધા સુવડાવી દીધા હતા. તત્કાલ સારવાર મળી રહેતા તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પ્રાથમિક તબક્કે તો તેઓ ચક્કર આવવાના કારણે નીચે ઢળી પડ્યાં હોવાનું સામે આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મિનિટોમાં સ્વસ્થય થઇ ગયા હતા. તેઓ સભાસ્થળેથી ચાલતા ચાલતા જ નીચે ઉતરીને પોતાના કાફલા સાથે રવાના થયા હતા. વડોદરાથી તેમને હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. અહીં તેઓના તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડોક્ટર્સની ટીમ મુખ્યમંત્રી પહોંચે તેની રાહ જોઇ રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news