તમારું બાળક બોલવામાં કે સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં! ભૂપેન્દ્ર 'દાદા'એ લીધો મહત્વનો નિર્ણય
Cochlear Implant surgery: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે એક સૌથી મોટો નિર્ણય લીધો છે. સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે.
Trending Photos
Cochlear Implant surgery: ઝી બ્યુરો/ ગાંધીનગર: રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50 ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.
એટલું જ નહિ જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે, તેમાંથી ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી 10 ટકા ફાળો લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો
સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો છે. રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3061 કોકલિયર ઇમ્પલાંટ ઓપરેશન માટે 214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
એક પ્રોસેસરની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા
રાજ્યમાં હાલ લગભગ 200 બાળકોને કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસરની જરૂરિયાત છે. આવા એક પ્રોસેસરની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ બાળઆરોગ્ય હિત લક્ષી નિર્ણયને પરિણામે આવા બાળકોને માત્ર 10 ટકા ફાળામાં આ કોકલિયર ઇમ્પલાંટ પ્રોસેસરનો સેવા લાભ મળતો થશે.
કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે
જે બાળક નાનપણથીજ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેઓ માટે આ સારવાર આશીર્વાદ સમાન છે. આ સારવાર હેઠળ બાળકના કાનની પાછળ એક સર્જરી કરવામાં આવે છે. જેમાં એક ચિપ બેસાડવામાં આવે છે. ત્યારબાદ બહારના ભાગે એક મશીન મુકવામાં આવે છે. જે લોહચુંબક સમાન હોવાથી એ ચિપ સાથે જોડાયેલું રહે છે. તેમજ ઇલેક્ટ્રોડને આંતરિક કાનમાં દાખલ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે