મોડાસાના ગામડાઓમાં ચુડવેલ જીવાતનો આતંક, લોકોને શાંતિથી જમવા પણ નથી દેતી

મોડાસાના ગામડાઓમાં ચુડવેલ જીવાતનો આતંક, લોકોને શાંતિથી જમવા પણ નથી દેતી
  • ગાજણ ગામની 5 હજારની વસ્તી છેલ્લા એક અઠવાડિયાથી ચુડવેલથી પરેશાન છે
  • નાના બાળકો રમતા રમતા ચુડવેલ ના પકડી લે તેના માટે ખાસ ધ્યાન રાખવું પડે છે
  • ગાજણ ગામમાં ઘરોની દીવાલ, છત, રસોઈ ઘર દરેક જગ્યાએ ચુડવેલ જ જોવા મળે છે

સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ચુડવેલ નામની જીવાતનો ત્રાસ અસહ્ય બન્યો છે. ગામડાઓમાં જીવાતના કહેર વચ્ચે જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બનતા ગ્રામજનો પરેશાન થયા છે. કુદરતી આફત સામે ગ્રામજનો દવાનો છંટકાવ કે કાયમી હલની માંગણી કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં લોકોને આવી જીવાત (chudvel insect) વચ્ચે રહેવાનો વારો આવે છે. 

આ પણ વાંચો : 

અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં ચુડવેલ નામની જીવાતનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં ચુડવેલ જ આતંક ઉભો કરતા મકાનો, ફાળિયાઓમાં કબજો જમાવ્યો છે. વાત કરીએ મોડાસા તાલુકાના ગાજણ અને બોલુન્દ્રા ગામની તો આ બંને ગામ 8 હજાર ઉપરાંતની માનવ વસ્તી ધરાવે છે. તેવા સંજોગો હાલ
ચુડવેલ જીવાતની વસ્તી આ ગામોમાં લાખોની સંખ્યામાં જોવા મળી રહી છે. ગાજણ ગામમાં ઘરોની દીવાલ, છત, રસોઈ ઘર દરેક જગ્યાએ ચુડવેલ જ જોવા મળે છે. ગામના રસ્તા ઉપર ફાળિયાઓએ માત્ર ચુડવેલ જીવાત જોવા મળી રહી છે. ગામની મહિલાઓના માથે ચુડવેલ જીવાત સામે જંગલ લડવાની જવાબદારી આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસોઈ બનાવતી વેળાએ છત ઉપરથી જીવાત નીચે પડે છે. જીવાતના કારણે રોટલી માટેના લોટ હોય કે શાક હોય અનેકવાર ફરીથી બનાવવાની જરૂર પડે છે. ઘરના ખાટલા પર બેસી ભોજન લેતા લોકો માટે નવી મુસીબત મુશ્કેલી સર્જી રહી છે. 

આ પણ વાંચો : 

ગાજણ ગામની વસ્તી 5 હજારની છે. આ ગામના લોકો છેલ્લા એક અઠવાડિયાથી ચુડવેલથી પરેશાન છે. મહિલાઓની વેદના સાંભળવા જઇતો તેમના જણાવ્યા અનુસાર ઘરમાં સતત ચુડવેલનો ભરાવો થતા વારંવાર સફાઈ કરવી પડે છે. પણ ફરીથી મોટી સંખ્યામાં ચુડવેલ જીવાત આવી ચડે છે. ખાસ કરીને બાળકો માટે વધુ સાવચેતી રાખવી પડે છે. નાના બાળકો રમતા રમતા ચુડવેલ ના પકડી લે તેના માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. ગામના અનસૂયા બેન અને સવિતાબેન જેવી મહિલાઓ ચુડવેલના ત્રાસ સામે પરેશાન છે. 

ગામના સવિતાબેન વાઘેલા કહે છે કે, મેં ચાર દિવસથી મારુ ઘર બંધ રાખ્યું છે. હવે અમે ઘર બંધ કરી ખેતરમાં રહીએ છીએ. ઘરમાં બે વહુ દીકરા સાથે તેઓ ખેતરમાં રહે છે અને ઘરડા દાદા દાદીને સલામત ઘરમાં રાખવા પડી રહ્યાં છે. ઘરની દીવાલો પાર ચુડવેલોએ કબજો જમાવતા સ્થિતિ કફોડી બની છે.

આ પણ વાંચો : 

ચુડવેલના આતંક વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પણ છતાં પણ આ જીવાત સતત વધી રહી છે. બદલાતા હવામાન વચ્ચે કુદરતી આફતમાં જિંદગીઓ બિચારી બની ગઈ છે. અન્યને સામાન્ય લાગતી આ આફત સ્થાનિકો માટે આંખમાં આસું લાવનાર બની છે. જાણે મકાનો જંગલ બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ અનેક ગામડાઓમાં થયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news