આ શું થવા બેઠું છે? CM ભૂપેન્દ્ર પટેલ બાદ વધુ એક કેબિનેટ મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

આ શું થવા બેઠું છે? CM ભૂપેન્દ્ર પટેલ બાદ વધુ એક કેબિનેટ મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાદ વધુ એક કેબિનેટ મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

તેઓએ ટ્વીટમાં જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. મારી તબિયત સારી છે.

— Purnesh Modi (@purneshmodi) June 29, 2022

નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા હતા, ત્યારબાદ ગુજરાત સરકારના મંત્રી કોરોના પોઝિટીવ થયા હોવાના સમાચાર મળ્યા. રથયાત્રાના ગણતરીની ક્ષણો બાકી રહી છે, ત્યારે રાજ્યના સીએમ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેઓ કોરોના પોઝિટિવ થતા જ હવે રથયાત્રાની પહિંદવિધી પર સવાલ પેદા થઇ ચુક્યાં છે. 

ગુજરાતમાં રથયાત્રામાં વર્ષોથી મુખ્યમંત્રી હંમેશા માટે પહિંદવિધિ કરતા આવ્યા છે. જો કે છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી જ્યારે હવે રથયાત્રા નિકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા હવે પહિંદવિધિ કોણ કરશે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news