બાળક તસ્કરી કેસમાં ભાજપના નેતા અને ડોક્ટરની સંડોવણી, 12 આરોપીઓની ધરપકડ

પોલીસ તપાસમાં સમગ્ર રેકેટનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક મોટા માથાઓની બાળકોની તસ્કરીમાં સંડોવણી બહાર આવી રહી છે.

બાળક તસ્કરી કેસમાં ભાજપના નેતા અને ડોક્ટરની સંડોવણી, 12 આરોપીઓની ધરપકડ

છોટાઉદેપુર: મધ્યપ્રદેશમાં ઝડપાયેલા સનસનીખેજ બાળક તસ્કરીના મામલે છોટાઉદેપુર શહેર ભાજપ ઉપપ્રમુખની સંડોવણી બાદ છોટાઉદેપુરની કેસર હોસ્પીટલના પ્રતિષ્ઠિત  ડૉકટરએ રાજુની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગઇ છે. સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે, તો ડો. રાજુ અને તેના સાગરિતને કોર્ટમાં રજુ કરી ૨૧ તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં બાળકોની ગેરકાયદેસર રીતે ખરીદ વેચાણના વેપારનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો હતો. મધ્યપ્રદેશ પોલીસે છટકું ગોઠવી અલીરાજપુરના અગ્રણી એવા શૈલેન્દ્ર ઉર્ફે શૈલુ રાઠોડને 1.40 લાખમાં બાળક વેંચતા છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં શૈલુ રાઠોડે 5 બાળકોને લાખોમાં વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું. 

પોલીસ તપાસમાં સમગ્ર રેકેટનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક મોટા માથાઓની બાળકોની તસ્કરીમાં સંડોવણી બહાર આવી રહી છે. જેમાં છોટાઉદેપુર નાં પૂર્વ નગર પાલિકા પ્રમુખ અને ભાજપ અગ્રણી એવા રાજુ અગ્રવાલની પોલીસે ધરપકડ કર્યા બાદ કેસર હોસ્પિટલના નામે છોટાઉદેપુર જિલ્લામાં બે અને મધ્યપ્રદેશમાં 2 એમ કુલ 4 ખાનગી મલ્ટીસ્પેશ્યલીસ્ટ હોસ્પિટલ ધરાવતા ડૉ. એ.રાજુ ની બાળકોની તસ્કરીમાં નામ ખુલતા મધ્યપ્રદેશ પોલીસે ડૉ. રાજુ અને અને હોસ્પિટલના મેનજર પરેશની ધરપકડ કરી છે. ડૉ. રાજુ ઉપર તેમના હોસ્પિટલમાં જ જન્મેલ શિશુને તસ્કરી ના માસ્ટર માઈન્ડ શૈલુ રાઠોડને 50 હજારમાં સોદો કર્યા નું સામે આવ્યું છે. 

નવજાતના જનેતા માતાપિતા એ કોઈક કારણોસર બાળકને સાથે લઈ જવાનો ઇનકાર કરતા ડૉ. રાજુ એ તેમની પાસેથી દવાખાનાના ખર્ચ પેટે 17 હજાર લીધા અને શિશુને થોડા દિવસો દવાખાનામાં જ રાખ્યો અને ત્યારબાદ શૈલુ રાઠોડને આ શિશુ ને 50 હજારમાં વેચી દીધો હતો. મધ્યપ્રદેશ ની અલીરાજપુર જીલ્લાની પોલીસની તપાસમાં અત્યારસુધી ચાર બાળકોના ખરીદ વેચાણની વિગતો સામે આવી છે અને પોલીસે આ ચારેય બાળકો ને ખરીદનાર વાલીઓની પણ અટકાયત કરી છે. 

બાળકોની ખરીદ ફરોખ્તના આ ચોકાવનારા પ્રકરણમાં મધ્યપ્રદેશ પોલીસે અત્યાર સુધી 12 આરોપીઓની ધરપકડ કરી છે અને વેચાયેલા 4 બાળકોને રિકવર કર્યા છે. તો સમગ્ર મામલો બહાર આવતા મામલાની બીજીબાજુ બાળકોને દત્તક લેવાના કાયદાથી અજાણ એવી પાલક માતાઓ પોતાના બાળકો ગુમાવાના ડર સતાવી રહ્યો છે. પોતાના બાકોથી ગુમાવાનાં અંદેશાથી આ પાલક માતાઓ બેબસ બની છે. હાલ ચારે બાળકોને અલીરાજપુર ના સરકારી દવાખાનામાં રાખવામાં આવ્યા છે જ્યાં બાળકો સાથે તેમની પાલક માતાઓ પોતાના આંસુઓને છૂપાવી ના શકી. અને બાળકોને તેમની પાસે જ રાખવાની માંગ કરી રહી છે.

પોલીસે હાલતો સમગ્ર મામલે માસ્તર માઈન્ડ એવા અલીરાજપુરના શૈલુ રાઠોર, પ્રખ્યાત ડો એ રાજુ સહીત કુલ ૧૨ આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ કેટલા બાળકોનો આ રીતે સોદા કરવામાં આવ્યા છે તે તો પોલીસ ની તપાસ સંપૂર્ણરીતે  પૂર્ણ થયા બાદજ બહાર આવશે. તો બીજી તરફ આ પ્રકરણમાં બાળકોનાં સોદા ગુજરાતના દવાખાનામાંથી કરવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news