લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જપ્ત વાહનો માટે લેવાયો મોટો નિર્ણય

આવતીકાલથી રાજ્યભરમાં લોકડાઉન વચ્ચે કેટલીક છૂટછાટ મળવાની છે. આવતીકાલથી ઉદ્યોગો શરૂ થઈ શકશે. આ સાથે જ અનેક લોકો લોકડાઉન (Lockdown) નુ પાલન કરતા નથી. ગાડીઓ લઈને મનફાવે ત્યારે નીકળી પડે છે, આવામાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય  લેવાયો છે. લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જે વાહનો જપ્ત કરવામાં આવે છે, તેમાં ટુ વહીલર અને થ્રી વહીલર માટે કમ્પાઉન્ડિંગ ફી તરીકે 500 રૂપિયા વસૂલવામાં આવશે. અગાઉ 1000 થી 5000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે ઘટાડીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 
લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જપ્ત વાહનો માટે લેવાયો મોટો નિર્ણય

અર્પણ કાયદાવાલા/ગાંધીનગર :આવતીકાલથી રાજ્યભરમાં લોકડાઉન વચ્ચે કેટલીક છૂટછાટ મળવાની છે. આવતીકાલથી ઉદ્યોગો શરૂ થઈ શકશે. આ સાથે જ અનેક લોકો લોકડાઉન (Lockdown) નુ પાલન કરતા નથી. ગાડીઓ લઈને મનફાવે ત્યારે નીકળી પડે છે, આવામાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય  લેવાયો છે. લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જે વાહનો જપ્ત કરવામાં આવે છે, તેમાં ટુ વહીલર અને થ્રી વહીલર માટે કમ્પાઉન્ડિંગ ફી તરીકે 500 રૂપિયા વસૂલવામાં આવશે. અગાઉ 1000 થી 5000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે ઘટાડીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 

અમદાવાદમાં કીડીઓની જેમ કોરોનાના દર્દી ઉભરાયા, કેસ 1000ને પાર 

મુખ્યમંત્રીની સચિવ અશ્ચિની કુમારે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, લોકડાઉનમાં પોલીસ અધિકારીઓ દ્વારા જે વાહનો ડિટેઈન કરાય છે, તેમાં કમ્પાઉન્ડિંગ ફીની મર્યાદા રાજ્ય સરકારે નક્કી કરી છે હવેથી લોકડાઉનનો ભંગ કરીને નીકળનારા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે પાસેથી 500 રૂપિયા લેવામાં આવશે. જો મોટા વાહનો હોય (ફોર વ્હીલર) તો કમ્પાઉન્ડિંગ ફી તરીકે 1000 રૂપિયા લેવામાં આપશે. એવા ઓફેન્સ રજિસ્ટર્ડ થયા હોય કે જેમાં, આરસી બૂક, ડ્રાઈવિંગ લાયસન્સ કે ગાડીના કાગળિયા રજૂ ન થવાના કારણે વાહન ડિટેઈન કરીને આવી કલામ લગાવાઈ હોય તો માનવીય અભિગમ દાખવીને ઓફેન્સને કમ્પાઉન્ડ કરવાની સૂચના અપાઈ છે. જેતી લોકડાઉનમાં જનતાના વાહનો છોડી દેવામાં આવે. તેમજ પ્રજાને કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય. 

કોરોનાની લડાઈમાં સુરતની જેલના કેદીઓ જોડાયા, આપ્યું મોટું યોગદાન 

આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં અપીલ કરવામાં આવી કે, લોકડાઉનમાં બિનજરુરી કામ ન હોય તો ઘરથી બહાર વાહનો પર નીકળવુ ટાળવુ જોઈએ.  

આજે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજય નહેરાએ લોકોને ચેતવ્યા કે, લોકડાઉન ખૂલ્યા બાદ લોકો જનજીવનમાં પરત ફરશે. જેને કારણે ઈન્ફેક્શન રેટ વધી જશે. ત્યાર સુધી અમારો પ્રયાસ સામેથી કેસ શોધીને તેને નાગરિકોમાંથી દૂર કરવાનો છે. જેથી લોકડાઉન બાદ ચેપમાં ઘટાડો લાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news