સુરતમાં કોરોનાના વધુ 8 કેસનો વધારો, કેન્દ્રની ટીમ નિરીક્ષણ માટે પહોંચી
Trending Photos
ચેતન પટેલ/સુરત :અમદાવાદ બાદ હવે કોરોના (Coronavirus) એ સુરતનો વારો પાડ્યો છે. કેન્દ્ર સરકારે કોરોનાના નવા હોટસ્પોટ બનેલાં શહેરો અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ ખૂબ ગંભીર ગણાવી છે. અહીંની સ્થિતિ પર દેખરેખ માટે ગૃહ મંત્રાલયે નવી 4 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ રચી છે, જેમાંથી બે ગુજરાત આવશે. ત્યારે આજે સુરત (Surat) માં વધુ 8 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 8 પૈકી 1 મનપાનો કર્મચારી છે. તો અન્ય લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના દર્દી છે. આ સાથે જ સુરતના પોઝિટિવ કેસનો આંકડો 465 પર પહોંચ્યો છે.
વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા
કેન્દ્રની ટીમ સુરત પહોંચી
સુરતમાં સતત વધી રહેલા કેસોને કારણે કેન્દ્રિય ટીમ શહેરની મુલાકતે પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના પાંચ અધિકારીઓની ટીમે શહેર-જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વર્તમાન સ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી. કોરોનાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી. ગૃહ વિભાગે ટ્વીટ કરી માહિતી આપી હતી.
રમજાન મહિનો ગુજરાત પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જિંગ બની રહેશે
કુલ મૃત્યુઆંક 15
આ સાથે જ સુરત શહેરમાં આજે વધુ એક પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યું છે. અમરોલી વિસ્તારના દિપક રણછોડ ભટ્ટનું મોત નિપજ્યું છે. 58 વર્ષીય દિપક ભટ્ટનું સવારે મોત થતા સુરતમાં કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે.
સિવિલ હોસ્પિટલમાંથી દર્દી ભાગી ગયો
સુરત સિવિલ હોસ્પિટલમાંથી દર્દી ભાગી ગયો હતો. આથી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ ઘટનાથી તંત્ર અને પોલીસ દોડતી થઇ હતી. જોકે, પોઝિટિવ દર્દી કિશોરભાઈ એક કલાક બાદ ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા. દર્દી 108 મારફતે હોસ્પિટલ પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે