કચ્છ સરહદના ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનકદેવજીના 550 પ્રકાશવર્ષની ધામધુમથી ઉજવણી

કચ્છ સરહદ પર આવેલા લખપત ના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજી મહારાજ ના 550 પ્રકાશવર્ષ ની ધામધૂમ પૂર્વક ઉજવણી. શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના ૫૫૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત કિલ્લા મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.૨૩/૨૪/૨૫ ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.. ગુરુ નાનકજીના સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.
કચ્છ સરહદના ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનકદેવજીના 550 પ્રકાશવર્ષની ધામધુમથી ઉજવણી

અમદાવાદ : કચ્છ સરહદ પર આવેલા લખપત ના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજી મહારાજ ના 550 પ્રકાશવર્ષ ની ધામધૂમ પૂર્વક ઉજવણી. શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના ૫૫૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત કિલ્લા મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.૨૩/૨૪/૨૫ ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.. ગુરુ નાનકજીના સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.

પ્રથમ ગુરુનો પ્રથમ પ્રસાદ એટલે કે ગુરુનાનકજી સાથે જોડાયેલું ગુરુદ્વારા, જેને પ્રથમ પાતશાહી ગુરુદ્વારા કહેવામાં આવે છે. ગુરુ નાનકજી ઉદાશી એટલ કે ધાર્મિક પ્રસાર યાત્રા દરમિયાન લખપત આવ્યા હતા અને કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. તેમની બીજી ઉદાશી ઇસવીસન ૧૫૦૬થી ૧૫૧૩ અને ચોથી ઉદાશી ૧૫૧૯ થી ૧૫૨૧ દરમિયાન તેઓ અહીં આવ્યા હતા. તેઓ લખપત બંદરેથી મક્કા ગયા હતા. આ પાતશાહી ગુરુદ્વારામાં તેમની ચાખડી, શણગારેલો હિંચકો સહિતની વસ્તુ દર્શાનાર્થે રાખવામાં આવી હતી..લખપતના ગુરુદ્વારા માં ગુરુ નાનકદેવજીની પવિત્ર ચરણ પાદુકા છે. આ ઉપરાંત અહીં જુના સમયના હસ્તલિખિત ગ્રંથ પણ છે. લખપત સાહિબ ગુરુદ્વારાનું મહત્વ શીખ સમાજ દ્યણું જ છે. 

યુનેસ્કો હેરીટેજમાં સ્થાન પામેલા 506 વર્ષ જુના આ ધાર્મિક સ્થળ ની ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેરાતમાં ગુરુદ્વારા વિશે પણ જાણકારી અપાય તેવી લાગણી શ્રધ્ધાળુ ઓ વ્યકત કરી હતી. માતાના મઢ અને ખાસ કરીને નારાયણસરોવર, કોટેશ્વરથી તદ્દન નજીક આવેલ લખપત એ ઐતિહાસિક સ્થળ છે. અહીં કચ્છના ઇસ ૧૮૧૯ ના ભૂકંપની યાદો હજીયે જીવંત છે. ભૂકંપથી સિંધુ નદીનું વહેણ બદલાઈ જતા લખપત આજે ભેંકાર છે, પણ અહીં ભગવાન હટકેશ્વરજીનું મંદિર, દ્યોસ મોહમદનો કુબો અને ગુરુદ્વારા જેવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો છે. લખપત એ પાકિસ્તાન સાથે ભારતને જોડતી સરક્રિક સરહદની નજીક આવેલું છે. અહીં લખપત સાહિબ ગુરુદ્વારામાં ૨૪ કલાક લંગર ચલાવાય છે, જયાં પ્રવાસીઓ પ્રેમપૂર્વક પ્રસાદ આરોગે છે. ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવ દરમ્યાન ૧૦ હજારથીયે વધુ શ્રદ્ઘાળુઓ લખપતમાં દર્શને ઉમટ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news