કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભવ્ય રંગારંગ પ્રારંભ

સતત 12માં વર્ષે કાંકરિયા કાર્નિવલનો આજે રંગેચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 32 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા.
કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભવ્ય રંગારંગ પ્રારંભ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સતત 12માં વર્ષે કાંકરિયા કાર્નિવલનો આજે રંગેચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 32 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા.

કુલ 1050 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. તેમજ મુખ્યમંત્રીએ કાર્નિવલના ઉદ્ધાટન સમયે ડ્રેનેજ અને હાઉસિંગના મળી કુલ રૂ. 1050 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જો કે પ્રથમદિવસે માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમોનું જ યોજવા આવ્યા. સવારે કાંકરિયા ખાતે મેયર બિજલ પટેલે બ્લડ ડોનેશન કેમ્પ અને બાળ નગરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તકતીનું અનાવરણ કર્યું હતું. જ્યારે સાંજે કાંકરિયા કાર્નિવલ ખાતે ફૂડ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું.

કિડ્સ રાઈડ્સ અને બલૂન સફારીથી લઈ એડવેન્ચર ટ્રી સહિત અનેક આકર્ષણો તેની સાથે સાથે શહેરીજનો કાંકરિયા પરિસરમાં આવેલા કિડ્સ સિટી, બલૂન સફારી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાયર પાર્ક, નગીના વાડી, મ્યૂઝિકલ ફાઉન્ટેન, કિડ્સ રાઈડ્સ, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરિયમ, ગ્લાઈડર રાઈડ્સ, સેગ-વે સફારી રાઈડ, એડવેન્ચર ટ્રી વોક, ટાર્ગેટ આર્ચરી, મિનિએચર ગોલ્ફ કોર્સ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, બેટરી ઓપરેટર કાર, જેટ સ્કી, કાયાકીંગ, ફીશ એક્વિરિયમની પણ મજા માણી શકશે.

મેડિકલ ટીમ સાથે મેડિકલ વાનની વ્યવસ્થા
કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાંકરિયા પરિસરના જુદા જુદા સ્થળે મેડિકલ ટીમ સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે.

કાર્નિવલ દરમિયાન આ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું...
- રૂ.511.59 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના-2016 અંતર્ગત એએમસી દ્વારા જુદી જુદી જગ્યાએ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસો બનાવવાનું કામ
- રૂ.183.41 કરોડના ખર્ચે દાણીલીમડા-બહેરામપુરા ખાતે 30 M.L.D.(સીઈટીપી) બનાવવાનું કામ
- રૂ.125.28 કરોડના ખર્ચે કેડિલા બ્રિજથી કોઝી હોટલ સુધી નારોલ-નરોડા રોડ ટ્રેન્ચલેસ પદ્ધતિથી નવી ડ્રેનેજલાઈન નાખવાના કામ
- રૂ.83.16 કરોડના ખર્ચે એએમસી વિસ્તારોમાં ડ્રેનેજ પ્રોજેક્ટ- વિંઝોલમાં આવેલા હયાત 7- M.L.D.S.T.Pનું અપગ્રેડેશન અને નવો 35 M.L.D. ક્ષમતાનો સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામ
-71.77 કરોડના ખર્ચે એએમસીના પૂર્વ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ હેઠળ R.C.C.પાઈપલાઈન નાંખવાના કામ
- રૂ. 68 કરોડના ખર્ચે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી સુસજ્જ ઈલેક્ટ્રિક બસો તથા ચાર્જિંગ સ્ટેશનો
-રૂ. 3.40 કરોડના ખર્ચે બહેરામપુરા વોર્ડમાં ન્યૂ.ફૈઝલનગર પમ્પિગ સ્ટેશન પાસે આવેલી ટીપી સ્કીમ નં-38/1 અને પ્લોટ નંબર 183/Aમાં નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા
-1.6 કરોડના ખર્ચે કાંકરિયા મ્યુનિસિપલ શાળા નં-5 અને 6માં સ્માર્ટ સ્કૂલ બનાવવાના કામ
-રૂ.1.6 કરોડના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં કાયમી ધોરણે ડેકોરેટિવ લાઈટિંગ કરવાની કામગીરી
- રૂ.26 લાખના ખર્ચે શહેરમાં બીમાર પશુઓની સારવાર માટેની બે નવી એમ્બ્યુલન્સ વાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news