દિયોદર ખાતે બ્રહ્મલીન સંત સદારામ બાપુની 115મી જન્મજયંતીની ઉજવણી, મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનોએ આપી હાજરી

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યસનમુક્તિ સહિત શિક્ષણની જ્યોત જગાવનાર તેમજ લોક જાગૃતિ માટે હંમેશાં તત્પર રહેતા ટોટાણાના બ્રહ્મલીન સંત સદારામ બાપુની આજે 115 મી જન્મજયંતિ હતી

દિયોદર ખાતે બ્રહ્મલીન સંત સદારામ બાપુની 115મી જન્મજયંતીની ઉજવણી, મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનોએ આપી હાજરી

અલકેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુની 115 મી જન્મજયંતી નિમિત્તે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજકીય આગેવાનો તેમજ દિયોદર સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યસનમુક્તિ સહિત શિક્ષણની જ્યોત જગાવનાર તેમજ લોક જાગૃતિ માટે હંમેશાં તત્પર રહેતા ટોટાણાના બ્રહ્મલીન સંત સદારામ બાપુની આજે 115 મી જન્મજયંતિ હતી. જે નિમિત્તે દિયોદર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પૂજ્ય બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ. જે પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અને રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા.

જેમાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ પૂજ્ય બાપાની આરતી ઉતારી કાર્યક્રમની શુભ શરૃઆત કરી હતી. મુખ્યમંત્રીએ સદારામ બાપુ દ્વારા કરાયેલી કામગીરીઓને બિરદાવી અને સંતના કાર્યોને આગળ ધપાવવાની વાત કરી હતી, તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સદારામના જીવનમાંથી પ્રેરણા લઈને વ્યસન મુક્તિનું અભિયાન ઉપડ્યાનું કહીને બાપુના જીવનમાંથી હંમેશાં પ્રેરણા મળતી હોવાનું કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news