યુક્રેન-રશિયા યુદ્ધ મામલે શું ઈચ્છે છે ભારત? UNSC માં સ્પષ્ટ કર્યું પોતાનું વલણ 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હવે 20 મો દિવસ થયો છે. આ જંગના કારણે દુનિયાના અનેક દેશ હેરાન પરેશાન છે. તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ યુદ્ધને રોકવાની કોશિશ કરી રહી છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતના પ્રતિનિધિએ યુદ્ધ વિશે ભારતનું વલણ ફરી એકવાર દુનિયા સામે રજૂ કર્યું છે. આ સાથે જ જણાવ્યું કે ભારતે અત્યાર સુધીમાં કેટલા નાગરિકોને યુદ્ધ ઝેલી રહેલા યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. 
યુક્રેન-રશિયા યુદ્ધ મામલે શું ઈચ્છે છે ભારત? UNSC માં સ્પષ્ટ કર્યું પોતાનું વલણ 

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હવે 20 મો દિવસ થયો છે. આ જંગના કારણે દુનિયાના અનેક દેશ હેરાન પરેશાન છે. તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ યુદ્ધને રોકવાની કોશિશ કરી રહી છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતના પ્રતિનિધિએ યુદ્ધ વિશે ભારતનું વલણ ફરી એકવાર દુનિયા સામે રજૂ કર્યું છે. આ સાથે જ જણાવ્યું કે ભારતે અત્યાર સુધીમાં કેટલા નાગરિકોને યુદ્ધ ઝેલી રહેલા યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. 

પીએમએ આપ્યો શાંતિનો સંદેશ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ કહ્યું કે ભારત સતત જંગ રોકવાની વાત કરે છે. તેમણે કહ્યું કે અમારા પ્રધાનમંત્રીએ પણ તત્કાળ પ્રભાવથી બંને દેશો વચ્ચે સીઝફાયરની અપીલ કરી અને કહ્યું હતું કે વાતચીત સિવાય અન્ય કોઈ પણ બીજા પ્રકારે આ મુદ્દાનો ઉકેલ આવી શકે નહીં. 

ભારતના પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેનમાં માનવીય સ્થિતિ બગડી રહી છે અને  ભારતે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા માટે તત્કાળ પગલાં ભર્યા છે. આર રવિન્દ્રએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે 22,500 ભારતીયોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા છે. આ કામમાં મદદ માટે અમે અમારા પાર્ટનર્સનો પણ આભાર જતાવીએ છીએ. 

ઓપરેશન ગંગાને મળી સફળતા
અત્રે જણાવવાનું કે ભારતે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું. આ મિશન હેઠળ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા જેમાંથી મોટાભાગના મેડિકલના વિદ્યાર્થીઓ હતા અને ભણવા માટે યુક્રેન ગયા હતા. કેન્દ્ર સરકાર તરફથી ભારતીયોને સુરક્ષિત લાવવા માટે પોલેન્ડ જેવા દેશોમાં પોતાના મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા. જેથી કરીને નાગરિકોને કોઈ મુશ્કેલી ન આવે. 

આ બાજુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે અમે યુદ્ધને ખતમ કરવા માટે ભરપૂર કોશિશ કરી રહ્યા છીએ આ માટે અમે અનેક દેશો સાથે વાતચીત પણ કરી જેમાં ભારત, ઈઝરાયેલ, ચીન, તુર્કી, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો સામેલ છે. આ દેશોની મધ્યસ્થતાથી આ જંગને રોકવાની કોશિશ થઈ રહી છે. 

અત્રે જણાવવાનું રશિયાએ 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારબાદથી સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાંમુજબ ઓછામાં ઓછા 596 નાગરિકોના જીવ ગયા છે. પરંતુ તેમનું માનવું છે કે સાચો આંકડો આના કરતા હજુ ઘણો વધારે છે. રશિયાની સેનાએ કહ્યું કે પૂર્વ યુક્રેનના શહેર ડોન્સ્કમાં યુક્રેની ફોર્સના બિલિસ્ટિક મિસાઈલ હુમલાથી 20 નાગરિકો માર્યા ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news