વડોદરા : કોરોના ફેલાવા માટે જમાતીને કસૂરવાર ગણતા જૈન મુનિ સૂર્યસાગર સામે ફરિયાદ નોંધાઈ
Trending Photos
ચિરાગ જોશી/વડોદરા :હાલ કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે વડોદરાના વાઘોડિયા મઢેલી ગામના જૈન સાધુએ ફેસબુક પર પોસ્ટ મૂકી વિવાદ સર્જ્યો છે. જેને લઈને વાઘોડિયા પોલીસે જૈન મુનિ સૂર્યસાગર મહારાજ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૈન મુનિ સૂર્યસાગર મહારાજે ફેસબુકના માધ્યમથી 3 દિવસ પૂર્વે પોસ્ટ કરી હતી કે, કોરોનાનો ફેલાવો જમાતીઓના કારણે થયો છે. જેને લઇને અસરફ ભાદરકા નામના યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે. ફરિયાદને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જૈનમુનિ સૂર્યસાગર મહારાજને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે વાઘોડિયા ડીવાયએસપી કલ્પેશ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે તપાસ થઇ રહી છે. જેમાં કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા
મઢેલી ગામની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરને કોરોના
ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાની મઢેલી ગામની શરાફ ફૂડ વિભાગ-2 ના આસિસ્ટન્ટ મેનેજરનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 30 કર્મચારીઓથી ચાલતી શરાફ ફૂડ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરના રિપોર્ટના પગલે કંપની તાત્કાલિક બંધ કરાઈ છે. કંપનીના 30 જેટલા કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. કંપનીના 15 જેટલા કર્મચારીઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન કંપનીમાં ફૂડ પ્રોસેસિંગ થતું હોવાથી કંપની ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે આ પોઝિટિવ કેસને પગલે મઢેલી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે